સમગ્ર ભારતની સાથે સાથે આગામી ૩૦ મે થી ૩૦ જુન સુધી ગુજરાતભરમાં ભાજપ દ્વારા મહાસંપર્ક અભિયાન યોજનાર છે. કેન્દ્રમાં મોદી સરકારના નેતૃત્વમાં ૯ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. ત્યારે ભાજપના તમામ કાર્યકર્તાઓ સરકારની સિદ્ધિઓ, યોજનાઓ, ઉપલબ્ધિઓ અને નીતિઓ સર્વવ્યાપી સર્વસ્પર્શી બનવા ઘરે ઘર જન જનનો સંપર્ક કરશે એવી માહિતી રાજપીપલા ખાતેનર્મદા જિલ્લા ભાજપા પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ અને ધારાસભ્ય ડૉ.દર્શનાબેન દેશમુખ અને મહામંત્રી નીલ રાવ અને વિક્રમભાઈ તડવીની ઉપસ્થિતિમાં મીડિયા સાથેના વાર્તાલાપમાં જનસંપર્ક અભિયાન કાર્યક્રમ અંગે માર્ગદર્શન આપ્યું હતું.
જિલ્લા પ્રમુખ ઘનશ્યામ પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનાં નેતૃત્વ હેઠળ કેન્દ્રમાં ભાજપા સરકાર તેના 9 વર્ષ પૂર્ણ કરતા 30 મે થી 30 જૂન સુધી એક મહિનો નર્મદા જિલ્લામાં જનસંપર્ક અભિયાન અને યોજાનાર વિવિધ કાર્યક્રમોઅને સંપર્કથી સમર્થન કાર્યક્રમમાં પ્રભાવશાળી વ્યક્તિત્વઓ, વિશિષ્ટ પરિવારોનો સંપર્ક, ઉપરાંત ધારાસભ્ય, સાંસદ સભ્યનાં પ્રયાસોથી જે વિસ્તારોમાં થયેલા વિકાસ કાર્યોની મુલાકાત અને પ્રજા સાથે સંવાદ, લાભાર્થી સંમેલન, વેપારી સંમેલન,પ્રભુદ્ધ સંમેલન, સંયુક્ત મોર્ચા સંમેલન,યોગ દીવસની ઉજવણી, ડો.શ્યામા પ્રસાદ મુખર્જીની પુણ્યતિથિ ઉજવણી, વરિષ્ઠ કાર્યકર્તાઓ સાથે ભોજન તથા વાર્તાલાપ, ઘર ઘર સંપર્કજેવા કાર્યક્રમોના આયોજન અંગે માર્ગદર્શન આપ્યું હતું. સાંસદ મનસુખભાઈ વસાવાએ આવનારી 2024 ની લોકસભાની ચૂંટણીમાં નર્મદા ભાજપનું સંગઠન વધુ મજબૂત બને અને કેન્દ્ર રાજ્ય સરકારની યોજનાઓનો લાભ વધુને વધુ લોકો સુધી મળે તેવા પ્રયાસ કરાશે એમ જણાવ્યું હતું.
દીપક જગતાપ, રાજપીપલા