Proud of Gujarat
FeaturedGujaratINDIA

નર્મદા જિલ્લાનું પ્રથમ લીગલ ગાર્ડીયનશીપ પ્રમાણપત્ર દિવ્યાંગ દયારામ વસાવાના પરિવારજનોને એનાયત કરાયું

Share

નર્મદા જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયાના માર્ગદર્શન હેઠળ નિવાસી અધિક કલેક્ટર સી.એ.ગાંધીના અધ્યક્ષસ્થાને તાજેતરમાં નેશનલ ટ્રસ્ટ એક્ટ, ૧૯૯૯ હેઠળ કાર્યરત લોકલ લેવલ કમિટીની ત્રિમાસિક બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં કમિટી દ્વારા નિવાસી અધિક કલેક્ટર સી.એ.ગાંધીના હસ્તે નર્મદા જિલ્લાનું પ્રથમ લીગલ ગાર્ડીયનશીપ પ્રમાણપત્ર જિલ્લાના દિવ્યાંગ દયારામ શાંતિલાલ વસાવાના માતા તથા ભાઈને એનાયત કરીને લીગલ ગાર્ડીયન તરીકેની ફરજ બજાવવા માટેની મંજૂરી આપવામાં આવી હતી.

Advertisement

ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હેઠળના નેશનલ ટ્રસ્ટ એક્ટ હેઠળ આવરી લીધેલ માનસિક મંદતા, સેરેબલ પાલ્સી, ઓટીઝમ અને મલ્ટીપલ દિવ્યાંગતા માટે જિલ્લા સ્તરની લોકલ લેવલ કમિટી દ્વારા દિવ્યાંગ વ્યક્તિને જીવનના વિવિધ ક્ષેત્રોમાં હકિકતો અને સંજોગોના આધારે ભૌતિક, તબીબી અને કાનુની પ્રતિનિધિત્વ માટે તેમના માતા-પિતા અથવા તેમના સગા સંબંધીઓની લીગલ ગાર્ડીયનશીપ મંજૂર કરે છે. જેથી દિવ્યાંગ વ્યક્તિને લોન કન્સેશન, રાજ્ય સરકાર ડિસેબિલિટી પેન્શન, બેન્ક એકાઉન્ટ/ બેન્કિંગ વ્યવહાર/ પોસ્ટ ઓફિસ એકાઉન્ટ ખોલવા માટે વાલીપણા તરીકેની ફરજ બજાવવા મદદરૂપ થઈ શકે છે.

આ પ્રસંગે ઇન્ચાર્જ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી બી. જે. પરમાર, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી ચેતન પરમાર, નેશનલ ટ્રસ્ટ એક્ટ હેઠળ રજીસ્ટ્રર થયેલ સંસ્થા અસ્મિતા વિકાસ કેન્દ્રના પ્રતિનિધિઓ સહિત સંબંધિત વિભાગના અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

દીપક જગતાપ, રાજપીપલા


Share

Related posts

અમદાવાદ : સ્વ. અહેમદભાઈ પટેલનો શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

તાપી જિલ્લાના વ્યારા ખાતે ઈ શ્રમ કાર્ડ બનાવવાનો કેમ્પ યોજાયો.

ProudOfGujarat

પંચમહાલ જીલ્લામાં ઓરી-રૂબેલા રસીકરણ અભિયાનમાં ૨.૬૧ લાખ બાળકોને આવરી લેવાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!