Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપલા ખાતે શ્રી ગુરુ લીલામૃત કથાનું આયોજન કરાયું

Share

રાજપીપલા ખાતે શ્રી ગુરુ લીલામૃત કથાનું આયોજનતા 22 મે થી કરવામાં આવ્યું છે. કથાનું રસપાન અવધૂત પરિવારના યુવા કથાકાર જયદેવ પ્રસાદ શાસ્ત્રી કરાવી રહ્યાં છે.

ભગવાન શ્રી રંગ અવધૂત બાપજીની અસીમ કૃપાથી રાજપીપલા દરબાર રોડ ખાતે આવેલ લક્ષ્મીનારાયણ મંદિરના સત્સંગ હોલ માં સ્વ. વિજયભાઈ પંડયાની પુણ્ય સ્મૃતિમાં ચિરંજીવ હિમાંશુભાઈ અને હેમંતભાઈ દ્વારા શ્રી ગુરુ લીલામૃત કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. તારીખ 25 થી 28 મે સુધી વ્યાસપીઠ પરથી કથાનું રસમાં અવધૂત પરિવારના યુવા કથાકાર શ્રી જયદેવ પ્રસાદ શાસ્ત્રી તિલકવાડાવાળા સંગીત મય શૈલીમાં કથાનું રસપાન કરાવી રહ્યા છે.

Advertisement

પ્રારંભે શ્રી રંગ અવધૂત નિવાસ ટના ટ્રસ્ટી યોગેશભાઈ વ્યાસ, શ્રી રંગ પ્રસાદ પાઠક, વાસુદેવભાઈ નંદુરબારકર, દિનેશભાઈ પાઠક, શ્રી ચંદ્ર મૌલી સ્વામીજી, દિપક શાસ્ત્રી દ્વારા દીપ પ્રાગટ્ય કરી આશીર્વાદ પાઠવ્યા હતા. કથા સાંભળવા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

:રત્ન કણિકાઓ:

-સત્તે હરિનો નિરૂપણ કરે તે કથા
-જેમાં શબ્દે શબ્દ અજાયબી છે તે ગુરુ લીલા મૃત
-સ્વાર્થ વગર બીજાના માટે કરવામાં આવતુ કર્મ તે લીલા
-કોઈના દાંત બનશો તો ઉદાસ રહેવું નહીં પડે
– માણસ કર્મ કરવામાં સ્વતંત્ર છે પણ ફળ ભોગવવામાં સ્વતંત્ર નથી

-સેવા અને પ્રેમમાં પ્રતિનિધિ ન ચાલે
-ચિત્તમાં સાત્વિક ભાવ જાગે તેવું કીર્તન કરો
– જે મા બાપની સેવા કરતો નથી તે અવધૂત ભક્ત નથી

-દસ અશ્વમેઘ કરતા એક વંદન શ્રેષ્ઠ છે
-જે ભક્ત નર્મદાને ભક્તિથી સેવે છે તેનો પુનર્જનમાં થતો નથી
– કંજૂસ હોય તેના જીવનમાં ઉત્સવ હોતો નથી

દીપક જગતાપ, રાજપીપલા


Share

Related posts

ભરૂચમાં “આઝાદી કા અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર યોજના” અંતર્ગત નગરપાલિકા સભાખંડ ખાતે યોજાઇ બોર્ડ મીટિંગ.

ProudOfGujarat

ભરૂચ માંડવા ટોલટેક્ષથી વિદેશી દારૂ ભરેલ ટ્રકને ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી.

ProudOfGujarat

કેમેરાનો સામનો કરવા માટે ખૂબ જ ઉત્સાહિત!’: સોનમ કપૂર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!