રાજપીપળા શહેરના ભરચક વિસ્તારમાં પોલીસ તરીકે ખોટી ઓળખ આપી એક મહિલા પાસેથી સોનાની બંગડીઓ કઢાવી ગઠિયો ફરાર થઈ ગયો હતો.પ્રાપ્ત માહિતી અનુસાર રાજપીપળાની હરસિધ્ધિ નગર સોસાયટીમાં રહેતા સવિતાબેન નાગરજીભાઈ ભગત (ઉ.વ.૮૬) કામ અર્થે સંતોષ ચાર રસ્તા નજીક હતા ત્યારે રસ્તો ક્રોસ કરાવી આપવાના બહાને એક યુવાને રસ્તો ક્રોસ કરાવી આપી આ વૃદ્ધાને સામેની સાઇડે ઉભેલા બીજા એક વ્યક્તિ સાથે ઓળખ કરાવી બંન્ને વ્યક્તિઓ દ્વારા પૂર્વ નિયોજીત કાવતરૂ રચી પોતે પોલીસ ન હોવા છતા પોલીસ તરીકેની ઓળખ આપી અહીયાથી મોટી રેલી નીકળતી હોય તેની તપાસમાં છે તેમ જણાવી વૃદ્ધાએ પહેરેલ સોનાની વસ્તુ ઉતારી દેવા માટે જણાવ્યુ જેથી તે વિશ્વાસમાં આવી ગયા બાદ હાથમાં પહેરેલ ચાર બંગડીઓ જેની કુલ કિં.રૂ.૧,૨0,000 તથા સોનાનો ૧૦ ગ્રામનો અછોડો જેની કિમત.૩૦,૦૦૦/- મળી કુલ રૂપિયા ૧,૫૦,૦૦૦/-ના સોનાના દાગીના આ બંન્ને ગઠિયાઓ હાથ ચાલાકી કરી નજર ચુકવી એક કાગળના પડીકામાં મુકેલ સોનાની વસ્તુ વાળુ પડીકુ બદલી નાખી બીજુ સ્ટીલની ચાર બંગડી વાળું કાગળનું પડીકુ વૃદ્ધાને થેલીમાં મુકી આપી છેતરપીંડી કરી હોય આ બાબતે આ મહિલા એ રાજપીપળા પો.સ્ટે.માં ફરીયાદ કરતા પોલીસે બે અજાણ્યા ઠગો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
રાજપીપળા આરીફ જી કુરેશી