ભરૂચ તથા નર્મદા જીલ્લાનાં ખેડૂતોની જીવાદોરી સમાન સહકારી સંસ્થા નર્મદા સુગર ધારીખેડા ખાતે આવેલ નર્મદા ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી દ્વારા ત્રણ મહત્વનાં પ્રોજેક્ટનું લોકાર્પણ તા.3 જી જૂન શનિવારનાં રોજ ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ તથા મંત્રી,સાંસદ, ધારાસભ્યની ઉપસ્થિતિમાં લોકાર્પણ સમારંભ યોજાવાનો છે.
આ પ્રસંગે રાજપીપલા ખાતે મળેલી જિલ્લા કારોબારી બેઠકમાં મંચ પરથી પ્રવચનમાં જિલ્લા પ્રમુખ ઘનશ્યામ પટેલે જણાવ્યું હતું કે નર્મદા સુગર રોજનું 6,0000 લિટર ઇથેનોલ શીખવાનું બનાવે છે.3જી એ વધુ 6,0000 લિટર ઇથેનોલ બનાવશે. આમ કૂલ 1,20,000 લીટર પ્રતિદીન ઇથેનોલ બનાવશે. એ ઉપરાંત ઉપરાંત ખાંડ બનાવતી વખતે જે “સ્પેન્ટ વોશ “વેસ્ટ તરીકે નીકળે છે એનો નિકાલ કરવાનું અઘરું છે ત્યારે નર્મદા સુગર એમાંથી 100 ટન દૈનિક પોટાશ ખાતર બનાવશે. દેશને આત્મનિર્ભર બનાવવાનું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું સ્વપ્ન છે જે સાકાર કરવા જઈ રહ્યાં છે. આજે પોટાશ વિદેશમાથી આયાત કરવું પડે છે ત્યારે દેશ આત્મનિર્ભર બને એના ભાગ રૂપે રોજનું 100 ટન પોટાશ નર્મદા સુગર બનાવશે. એ ઉપરાંત બોઈલરમા શેરડીના કૂચા બગાસ બાળીને સ્ટીમ ઉત્પન્ન કરે છે ત્યારે હાઈ પ્રેશરમાથી લો પ્રેશર કરવા 15 મેગાવોટ પાવર સુગરમાં વપરાય છે. ચાલુ વર્ષે સુગરમાં 30 મેગાવોટ વીજળી ઉત્પન્ન કરશે. જેમાંથી 15 મેગાવોટ સુગર વાપરશે અને વધારાનું 15 મેગાવોટ વીજ કંપનીને આપશે. આ ત્રણે પ્રોજેક્ટનું લોકાર્પણ અને ભૂમિપૂજન થશે.
દીપક જગતાપ, રાજપીપલા