Proud of Gujarat
FeaturedGujaratINDIA

નર્મદા જિલ્લાનું ધોરણ 10 નું પરિણામ 55.49% આવ્યું.

Share

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2023 માં લેવાયેલી નર્મદા જિલ્લાનું ધોરણ 10 નું પરિણામ 55.49% આવ્યું છે. જે ગત વર્ષ કરતાં 7% જેટલું ઘટ્યું છે.

જોકે સમગ્ર ગુજરાતમાં સૌથી ઓછું નર્મદા જિલ્લાનું ઉતાવળી કેન્દ્રનું પરિણામ 11.94% આવ્યું છે. નર્મદા જિલ્લામાં કુલ 16 કેન્દ્રમાં ધોરણ 10 ની પરીક્ષા લેવાઈ હતી. તેમાં સૌથી વધુ પરિણામ સાગબારા કેન્દ્ર 70.88% આવ્યું છે.તો સૌથી ઓછા કેન્દ્ર ઉતાવળી કેન્દ્રનું પરિણામ 11.94% આવ્યું છે.

Advertisement

કેન્દ્રવાર પરિણામ જોઈએ તો ડેડીયાપાડા કેન્દ્રનું પરિણામ 40.81%, રાજપીપળા 57.77%, તિલકવાડા 64.94%, સાગબારા 70.88%, જ્યારે કેવડિયા 50.82%, નિવાલદા 84.40 ટકા, પ્રતાપ નગર 39.08%, સેલંબા 59.52 ટકા, માંગરોળ 58.02 ટકા, ગરુડેશ્વર 49.03%, જુના મોજદા 52.50 ટકા, જ્યારે ઉમરવા 60.67 ટકા, ઉતાવળી 11.94%, વાડવા 68.88%, બોરીયા 67.80 ટકા અને ટીંબાપાડા 41.30 ટકા પરિણામ આવ્યું છે.

નર્મદા જિલ્લામાં કુલ 6794 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાં એ વન ગ્રેડમાં 6, એ2 ગ્રેડમાં 95, b1 ગ્રેડમાં 369, બી2 ગ્રેડમાં 404, સી વન ગ્રેડમાં 1448, સી2 ગ્રેડમાં 886, ડી ગ્રેડમાં 65, ઇ માં ઝીરો, ઇ વનમાં 1805, ઈ2 માં 1221, ઈકયુસી માં 3773 આવ્યા છે. જયારે નર્મદા જિલ્લાનું કુલ પરિણામ 54.49 ટકા આવ્યું છે.

નર્મદા જિલ્લામાં 10% થી ઓછા પરિણામવાળી ત્રણ શાળાઓ, 11 થી 20 ટકા પરિણામ વાળી પાંચ શાળાઓ અને 21 થી 30 ટકાવારી સાત શાળાઓ આવી છે. જ્યારે 15 શાળાઓનું પરિણામ 100 ટકા આવ્યું છે .

દીપક જગતાપ, રાજપીપલા


Share

Related posts

ખ્યાતિ હોસ્પિટલ માં યોજનાની આડમાં સરકારના અધિકારીઓ – ડોક્ટરોની સંડોવણીનો આક્ષેપ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી સંદીપ માંગરોલા*

ProudOfGujarat

સુરત : દેશ અને દિલ્હીમાં શાંતિમય માહોલ સર્જાય તે અર્થે નરેન્દ્ર મોદી વિચાર મંચના આઈ ટી સેલ દ્વારા સામુહિક હનુમાન ચાલીસાનાં 108 પાઠનું આયોજન કર્યું.

ProudOfGujarat

નેત્રંગ ટાઉનમાં ડિવાઇડરો પર સ્ટ્રીટલાઇટના અભાવે વાહનચાલકોને મુશ્કેલી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!