આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય ભારત સરકાર દ્રારા વિવિધ કસ્ટડીઓમાં રહેનારા લોકો માટે એક ઝુંબેશ “ Integrated inless camp ” કરવાનું જણાવતાં આ કેમ્પનું સફળ આયોજન કરવા માટે ભારત સરકાર દ્રારા ગુજરાત સ્ટેટ એઇડ્સ કંટ્રોલ સોસાયટી, જેલ વિભાગ, સામાજીક ન્યાય અને અધિકારીયતા વિભાગ, મહિલા અને બાળ વિકાસ વિભાગ, ટી.બી વિભાગ, રાષ્ટ્રીય વાયરલ હેપેટાઇટીસ નિયંત્રણ કાર્યક્રમને સંકલનમાં રાખી જીલ્લા આરોગ્ય વિભાગ અને જીલ્લા ક્ષય વિભાગ રાજપીપળાનાઓ દ્રારા “Integrated inless camp” અંતર્ગત રાજપીપળા જીલ્લા જેલ ખાતે બંદિવાનોના HIV, TB, હિપેટાઇટીસ બી અને સી અને સીલીફીસ વિશે જાગૃતતા,સ્ક્રેનીંગ અને સારવાર કેમ્પ યોજાયેલ હતો.
સદર કેમ્પમાં તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.એ.કે.સુમન, ડૉ.પ્રેરક આનંદ (એ.આર.ટી.મેડિકલ ઓફિસર,રાજપીપળા), સંદિપ પટેલ (આઇ.સી.ટી.સી કાઉન્સેલર), જીગ્નેશ પરમાર(એ.આર.ટી.કાઉન્સેલર), અનિતા કાપડીયા (આઇ.સી.ટી.સી લેબ ટેકનિશ્યન), ખુબી ભટ્ટ (એ.આર.ટી. લેબ ટેકનિશ્યન), દિલીપભાઇ વલવી (એસ.ટી.એસ નાંદોદ), વિશાલ દેસાઇ (ટી.બી.એચ.વી) દ્રારા રાજપીપળા જીલ્લા જેલ ખાતેના બંદિવાન ભાઇઓ તથા બહેનોને “Integrated inless camp” અંતર્ગત HIV, TB, હિપેટાઇટીસ બી અને સી અને સીલીફીસ વિશેના ટેમ્પલેઇટ આપી તે અંગે તમામને વિસ્તૃત માહિતગાર કરેલ હતાં. અને રાજપીપળા જીલ્લા જેલના કુલ ૪૪ બંદિવાનોના બલ્ડના સેમ્પલ મેળવી તેઓના ટેસ્ટ કરવામાં આવેલ.
દીપક જગતાપ, રાજપીપલા
રાજપીપળા જીલ્લા જેલ ખાતે બંદિવાનો માટે HIV, TB, હિપેટાઇટીસ બી અને સી અને સીલીફીસ વિશે જાગૃતતા, સ્ક્રેનીંગ અને સારવાર કેમ્પ યોજાયો.
Advertisement