રાજપીપળા નર્મદા જીલ્લાની સાગબારા તાલુકા પંચાયતના પ્રમુખ ઓલિબેન વસાવા વિરુદ્ધ BJP અને કોંગ્રેસના તાલુકા પંચાયત સભ્યો દ્વારા અવિશ્વાસની દરખાસ્ત મુકવામા આવી હતી.જેથી આ બાબતે આજે વિશ્વાસ મત લેવામાં આવ્યા હતા જેમાં BJP ની આગેવાની હેઠળ ઓલિબેન વસાવાએ ફરી એકવાર ૭ સભ્યોની બહુમતી મેળવી બહુમતી પુરવાર કરવામા આવતા સાગબારા TDO દ્વારા આ દરખાસ્ત ખારીજ/રદ કરવામાં આવી હતી સાગબારા તાલુકા પંચાયતમા કોગ્રેસના ફાળે- ૮ સભ્યો જયારે બીજેપીના ફાળે-૫ સભ્યો અને બીટીપીના ફાળે-૫ સભ્યો ચુટાયા હતા આમ કુલ-૧૮ સભ્યો ધરાવતી પંચાયત છે જોકે સાગબારા પંચાયત મા કોઈપણ પક્ષને સ્પષ્ટ બહુમતી ન મળવાથી એક સરખું શુસાસન ચાલતુ નથી કોઈ ને કોઈ બાબતે વાદવિવાદોમા ધેરાયેલી રહે છે સૌપ્રથમ વાર બીટીપી અને કોંગ્રેસના ગઠબંધનથી પંચાયત બોડીની રચના કરવામાં આવી હતી જે બાદ કોંગ્રેસ બીટીપીની બોડીમા ભંગાણ સજૉયા બાદ કોંગ્રેસ અને બીજેપીએ હાથ મિલાવી તાલુકાનુ શાસન સંભાળ્યુ હતું ત્યારબાદ કોંગ્રેસ અને બીજેપી વચ્ચે પણ કોઈ ને કોઈ મુદ્દે વાદવિવાદ ચરમસીમાએ પહોંચતા તાલુકા પ્રમુખ ઓલીબેન વસાવા વિરુદ્ધ અવિશ્રાસની દરખાસ્ત બીજેપી તેમજ કોંગ્રેસના સભ્યો દ્વારા લાવવામાં આવી હતી પરંતુ ઓલીબેન વસાવાએ આજે ૭ સભ્યોનો વિશ્વાસનો મત મેળવવામા સફળતા મેળવી બહુમતી સાબિત કરવામાં આવી હતી જેમાંથી ૧૧ અવિશ્રાસની દરખાસ્ત તરફેણમાં રહ્યા હતાં જયારે કોંગ્રેસ અને ભાજપના સભ્યોમાથી એક એક સભ્યો ગેરહાજર રહ્યા હતા. આમ સમગ્ર ઉથલપાથલ રાજકીય ચાણક્ય દાવપેચની રાજકીય રમતમા બીટીપીના કદના વજનનુ પલ્લુ ભારે રહેવા પામતા અંતે ઓલીબેનની સામેની અવિશ્રાસની દરખાસ્તનુ સુરસુરીયુ થઈ જતા તેઓ ફરી પ્રમુખ પદનો તાજ હાંસલ કરવામાં સફળ રહ્યા હતા સમગ્ર અવિશ્રાસની દરખાસ્તના રાજકીય ધટનાક્રમમા સફળતા મેળવવામા સફળ રહેતા બીટીપી કોંગ્રેસના હોદ્દેદારો કાયૅકરો ખુશીની ધેલછામા પડી ખુશખુશાલીનો આણંદ છવાઈ ગયો હતો. આ પ્રસંગે બીટીપીના તાલુકા પ્રમુખ પ્રદિપ કોઠારી,નર્મદા જિલ્લા BTP પ્રમુખ ચૈતરભાઈ વસાવા,BTS જિલ્લા પ્રમુખ મહેશભાઈ વસાવા જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન બહાદુર વસાવા સહિતનાઓ હાજર રહી આ બહુમતીને વધાવી ઓલિબેનને શુભેચ્છા પાઠવી હતી.
રાજપીપળા, આરીફ જી કુરેશી