Proud of Gujarat
FeaturedGujaratINDIA

નર્મદા જિલ્લાના બોરિદ્રા પાસે ટાઇલ્સ ભરેલ ટ્રક ભેખડમાં અથડાતાં ચાલકનું મોત

Share

નાંદોદ તાલુકાના બોરીદ્રા પાસે ટાઇલ્સ ભરેલ ટ્રક ભેખડમાં ધડાકાભેર અથડાતા ટ્રકનો ભૂકો વળી ગયો હતો ઉપરાંત ટ્રક ચાલકનું મોત નીપજ્યું છે.

પોલીસ ચોપડે નોંધાયેલ ફરિયાદ ટાઇલ્સ ભરીને ટ્રક MH 18 BA 4566 ચાલક શરદ રામદાસ બોઢરે રહે. પીપલગાવ જી. જલગાવ મોરબી થી ટાઇલ્સનો માલ ભરીને મહારાષ્ટ્રના ગોંડિયા જઈ રહ્યા હતા તે દરમિયાન ખામર પાસે બોરીદ્રા ઢાળવાળા વળાંક પાસે ચાલકે પૂર ઝડપે ગફલતભરી રીતે ગાડી હંકાળતા રાત્રિના સમયે રસ્તાની બાજુમાં ભેખડ સાથે ટ્રક અથડાતા ટ્રકનો ભૂકો વળી ગયો હતો ઉપરાંત ટ્રક ચાલકનું ટાઇલ્સ નીચે દબાઈ જતા મોત નીપજ્યું છે. આ બાબતે ટ્રાન્સપોર્ટના માલિક કમલેશ કાંતિલાલ જૈન દ્વારા આમલેથા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ઉપરાંત મરણ જનાર ડ્રાઇવરના મૃતદેહને રાજપીપળા જુના સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ માટે લઈ જવામાં આવ્યો હતો આમલેથા પોલીસે ફરિયાદ દાખલ કરી ઘટના સ્થળે પોહચી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

રાજપીપળા : આરીફ જી કુરેશી

Advertisement

Share

Related posts

ભરૂચ : અંકલેશ્વરમાંથી વધુ એક બોગસ તબીબ મેડિકલની કોઈ પણ ડિગ્રી વગર લોકોને આપતો હતો દવા : પોલીસે કરી ધરપકડ.

ProudOfGujarat

ભરૂચ : ટોલ ટેક્સ પર ચાલુ ટ્રકમાં આગ લાગતા નાસભાગ, સદનસીબે કોઈ જાનહાની નહિ.

ProudOfGujarat

૧૧ જુગારીયાઓ જુગાર રમતા ઝડપાયા…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!