નર્મદા જિલ્લા પંચાયતના સભાખંડ ખાતે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી રાજપીપળાની ત્રી વાર્ષિક બેઠક યોજાઈ હતી. રેડક્રોસ જિલ્લા શાખાના પ્રમુખ જિલ્લા કલેકટર વતી આર.ડી.સી.સી.એ. ગાંધીની અધ્યક્ષતામાં યોજાઈ હતી, જેમાં ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી નર્મદા જિલ્લા શાખામાં થયેલ ગત ત્રણ વર્ષના કાર્યોની ચર્ચા કરવામાં આવી હતી જેમાં એક લાખથી ઓછી વસ્તી ધરાવતા કાર્યક્ષેત્રમાં સૌથી વધુ બ્લડ ડોનેશન એકત્ર કરવા માટે આ શાખાને એવોર્ડ પણ મળ્યો છે જેની પણ ચર્ચા પણ કરવામાં આવી હતી. આ બેઠકમાં નાંદોદ ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખ ની સર્વાનુમતે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી રાજપીપળા,નર્મદા જિલ્લા શાખાના ચેરમેન તરીકે નિમણૂક કરવામાં આવી છે.
રાજપીપળા : આરીફ જી કુરેશી
Advertisement