નર્મદા પરિક્રમાના તિલકવાડા તરફ જવાના પટમાં સ્થાનિક લોકોએ લોકોની સુવિધા માટે જેસીબી મશીનો મૂકી કાચો રસ્તો બનાવવાની કામગીરી ગઇ કાલે શરૂ થઈ હતી. જેને કારણે ભક્તોમાં આનંદ છવાયો હતો પણ સરકારમાથી પરવાનગી મળી ન હોવાથી નર્મદા નદીમાં જેસીબી મશીનની મદદથી રસ્તો બનાવવાની કામગીરી ગેરકાયદેસર કામગીરી હોઈ તંત્રએ તેને અટકાવી દીધી છે.
જોકે મીડિયાના અહેવાલ પછી તંત્ર સફાળું જાગ્યું છે. તંત્રએ નદી પાર કરવા પર પ્રતિબંધો મૂકી દીધો છે તેમજ નાવડીઓની સંખ્યા ઓછી હોવાથી નાવડીઓની સંખ્યા વધારવાનું પણ નક્કી કર્યું છે અંદાજે 25 નાવડીયો મુકવામાં આવશે એમ તંત્ર જણાવે છે. હાલ આઠથી દસ નાવડીયો અપૂરતી હોવાથી ધક્કા મૂકી અને ભીડના દ્રશ્ય જોવા મળે છે. હજી પણ પૂરતી સુવિધાઓ નથી. નાવડીમા લાઈફ જેકેટ, તરવૈયાઓની ટુકડી હોવી જોઈએ તે નથી. મુસાફરોની સલામતી જેવું કઈ નથી. નાવડીઓ જૂની છે તેમજ નાવડીની કેપેસીટી કરતા વધારે મુસાફરો ભરવામાં આવે છે. નાવડીમા ચઢવા ઉતરવાની સુવિધા પણ હોવી જોઈએ તેમજ વ્યવસ્થા જાળવવા પોલીસ પ્રસાશન અને આરોગ્યની ટીમ સાથે સુવિધાઓ પણ જરૂરી છે તંત્ર આ બાબતે ઘટતું કરે એવી માંગ છે.
દીપક જગતાપ, રાજપીપળા
નર્મદા પરિક્રમા માટે નદીમાં કાચો રસ્તો બનાવવાની ગેરકાયદેસર કામગીરી તંત્રએ અટકાવી
Advertisement