Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળામાં ચૈત્રી નવરાત્રીનો મેળાનો પ્રારંભ થતાં ભક્તો ઉમટ્યા

Share

રીયાસતી રાજવીનગરી રાજપીપળામાં રાજા રજવાડા વખતથી રાજપીપળા ખાતે અતિપ્રાચીન મહાકાલી મંદિરે ચૈત્રી નવરાત્રિ મેળો ભરાતો આવ્યો છે. રીયાસતી રાજવીનગરી રાજપીપળામાં રાજા ચૈત્ર નવરાત્રી શરૂ થતા ભક્તો મંદિરે દર્શને ઉમટ્યા છે. મેળામાં રાજપીપળા અને આજુબાજુના ગામના અસંખ્ય લોકો ઊમટે છે. પ્રથમ નોરતે જવારાનું સ્થાપના, ઘટસ્થાપન, પૂજન-અર્ચન કરાઈ હતી. સવાર-સાંજની બન્ને આરતીમાં ભક્તો ઉમટી રહ્યા છે.

આ મંદિરનો પ્રાચીન ઇતિહાસ જાણીતો છે. 1941 થી મહાકાલી મંદિરના ચોગાનમાં ચૈત્રી નવરાત્રીનો મેળો ભરાવાનો શરૂ થયો ત્યારથી છેલ્લા 79
વર્ષથી રાજપીપળામાં નિયમિત રીતે ચૈત્રી નવરાત્રીનો મેળો ભરાય છે. અહીંયા કાછીયા પટેલ, દરજી, ધોબી, વાળદ, ભોઇ તેમજ અન્ય જ્ઞાતિઓ તરફથી ચૈત્ર નવરાત્રીનો હવન તેમજ ઉજવણીઉત્સવો ઉજવાય છે. ધજા ચડાવાય છે. 9 દિવસ નવરાત્રી દરમિયાન સવાર-સાંજ નિત્ય આરતીમાં ભક્તોની ભીડ જામે છે. રાજપીપળા જ્યારે રીયાસતી રાજવી રાજ્ય હતું ત્યારે રાજવી કુટુંબના કુળદેવીમાં હરસિધ્ધિ મંદિર ઘણું દૂર હતું રાજવીઓ પહેલા
હવેલીમાં રહેતા હતા. રાજવી કુટુંબની રાણીઓને મા હરસિદ્ધિ મંદિર દૂર પડતું હોવાથી તેમજ રીતરિવાજ પ્રમાણે ઘણી રાણીઓ પડદાનશીન રહેતી હોવાથી નિત્ય દર્શન માટે દૂર જવું યોગ્ય ન હતું. તેથી સમયના રાજવીએ આ મંદિરમાં મહાકાળી માતાની મૂર્તિની સ્થાપના કરી હતી. ત્યારથી જ રાજવી માતાજીની પજા-અર્ચના કરાઇ હતી. આ મંદિરની બાજુમાં કૂવો આવેલો છે જે ધર્મપ્રેમી સ્વ.વિજયસિંહ રાજામહારાજના વખતમાં બનેલો કુવો આજે પણ મોજુદ અનેક ઔષધીય ગુણોથી ભરેલું હતું. તેથી વિજયસિંહ મહારાજા કુવાનું પાણી પીવા માટે કાવડમા મંગાવતા હતા.

Advertisement

દીપક જગતાપ, રાજપીપલા


Share

Related posts

માંગરોળ : ભારતીય વિદ્યા ભવન્સ જી.આઇ.પી.સી એલ. એકેડમીમાં સામાજિક વિજ્ઞાન અને વિજ્ઞાન ટેકનોલોજી પ્રદર્શન યોજાયું.

ProudOfGujarat

ભરૂચ : દહેજનાં કડોદરા ગામ ખાતેથી જુગાર રમતા 5 જુગારીઓને હજારોનાં મુદ્દામાલ સાથે ઝડપી પાડતી પોલીસ..!!!

ProudOfGujarat

વડોદરા મહાનગરપાલિકા વિસ્તારમાં ઓમીક્રોનના 10 પોઝિટિવ કેસો નોંધાતા ચકચાર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!