Proud of Gujarat
FeaturedGujaratINDIA

સ્ટેચ્યુ ઓફ યુનિટીના ખોડલધામ સંકુલની જમીનના અધિગ્રહણ કાર્યક્રમમાં ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા

Share

ખોડલધામ ટ્રસ્ટ કાગવડના પાંચ પ્રકલ્પો પૈકીના સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીકના ભુમલીયા ગામ ખાતે શ્રી ખોડલધામ સંકુલ તથા શૈક્ષણિક સંકુલ આકાર પામવાનું છે તેના ભૂમિ અધિકગ્રહણ કાર્યક્રમમાં ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પટેલ તથા ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત વડોદરા નર્મદા અને ભરૂચ જિલ્લા ખોડલધામ સમિતિ તથા ત્રણેય જીલ્લાની તાલુકાની ખોડલધામ સમિતિના કન્વીનરો કાર્યકરો તથા લેઉવા પાટીદાર સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે ખોડલધામ ટ્રસ્ટ દ્વારા નવનિયુક્ત ખોડલધામ વિદ્યાર્થી સમિતિ ભરૂચના કન્વીનરો, ભરૂચ જિલ્લાના નવનિયુક્ત કન્વીનર, વડોદરા શહેર અને જિલ્લાના નવનિયુક્ત કન્વીનરને તથા મધ્ય ગુજરાત ઝોન કન્વીનરનુ ખેસ પહેરાવી તેમનુ અભિવાદન કર્યું હતું.

ખોડલધામ ટ્રસ્ટમાં નવનિયુક્ત ટ્રસ્ટીઓનુ પણ આ પ્રસંગે ખેસ પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ અલગ અલગ લેઉઆ પાટીદાર સમાજના પ્રમુખ, આગેવાનો દ્વારા ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈનું પણ ફૂલહાર કરી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નરેશભાઈ જણાવ્યું હતું કે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે અન્ય કોઈ સમાજે સંસ્થા માટે જમીન ખરીદી નથી લેઉવા પાટીદાર સમાજે તેની પહેલ કરી છે જે એક ગર્વની વાત છે.

Advertisement

ખોડલધામ એ સંસ્થા નથી પણ એક ટ્રસ્ટ છે એક વિચાર છે તેમ તેમને જણાવ્યું હતું. ખોડલધામ સમાજના દરેક ભાઈને ખુલ્લો મુકવા માંગે છે. આ પ્રસંગે તેમણે નવનિયુક્ત ખોડલધામ સંકુલની જવાબદારી સંભાળતા દરેક કાર્યકરને તેમની જવાબદારી નિભાવવા આહવાન કર્યું હતું અને તે પોતાની જવાબદારી છે તેમ સમજી આવનારી પેઢીને મજબૂત કરવા માટે આહવાન કર્યું હતું. આ પ્રસંગે કેવડિયા નજીકના ભુમલીયા ગામે જમીન સંપાદન કરનાર અને તેને આ કાર્યક્રમ સુધી લાવનાર તમામ કાર્યકરોનો આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં ત્રણેય જીલ્લા લેઉવા પાટીદાર સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે રાજના જુના એકડા પાટીદાર સમાજના પ્રમુખ પ્રફુલભાઇ પટેલ, ઉપપ્રમુખ આઇ.સી.પટેલ,મંત્રી આઇ.સી.પટેલ, સમાજના આગેવાન દિનેશભાઇ પટેલે ખોડલધામ પ્રમુખ નરેશ પટેલનું સન્માન કર્યુ હતુ. આ પ્રસંગે ખોડલધામ તરફથી એકતાનગર ખાતે સેવા આપી રહેલ સરકારી અધિકારી, કર્મચારીઓનું પણ સન્માન કરાયુ હતુ.

દીપક જગતાપ, રાજપીપલા


Share

Related posts

ભરૂચ જીલ્લામાં સૌથી ઠંડો દિવસ…..

ProudOfGujarat

મોરબી જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને વિકસિત ભારત સંકલ્પ યાત્રા બાબતે સમીક્ષા બેઠક યોજાઈ

ProudOfGujarat

માંગરોળ : તડકેશ્વરની શિફા હોસ્પિટલના મેડિકલ સ્ટોરમાંથી દર્દીએ ખરીદેલ દવામાંથી વાળ નીકળતા દવા કંપનીની બેદરકારી છતી થઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!