નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળા ખાતે કરજણ ઓવારા પાસે આવેલ સ્પોર્ટ સંકુલના મેદાનમાં પહેલીવાર ઇન્ટરનેશનલ લેવલનું 7 કરોડના ખર્ચે આધુનિક સિન્થેટીક ટ્રેક તૈયાર થયું છે. આ અંગે જિલ્લા રમત વિકાસ અધિકારી અને સિનિયર કોચ વિષ્ણુભાઈ વસાવાએ એક મુલાકાતમા વધુ વિગત આપતાં જણાવ્યું હતું કે નર્મદાના ઇતિહાસમા પહેલીવાર ગુજરાત સરકાર દ્વારા ઇન્ટરનેશનલ લેવલનું સિન્થેટીક રબરમાથી તૈયાર કરેલ આધુનિક ટ્રેક તૈયાર કર્યું છે. જેમાં અહીં હવેથી એથલેટીક્સની તમામ રમતો જેવી કે 100 મીટર, 200 મીટર, 300 મીટર, 400 મીટર, 1500 મીટર દોડ ઉપરાંત ગોળાફેંક, ચક્રફેંક, ભાલાફેંક, ઊંચીકૂદ, લાંબી કૂદ જેવી રમતો રમાશે. ખાસ કરીને ઘર આંગણાના ખેલાડીઓને લાભ મળશે. અહીં ખેલાડીઓ માટે રહેવા જમવાની હોસ્ટેલમાં ઉત્તમ સગવડો પણ છે. આગામી દિવસો અહીં નેશનલ ઇન્ટરનેશનલ લેવલની રમતોથી આ મેદાન ગાજી ઉઠે તો નવાઈ નહીં.
દીપક જગતાપ, રાજપીપલા
રાજપીપળા સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે ઇન્ટરનેશનલ લેવલનો સિન્થેટીક આધુનિક ટ્રેક તૈયાર કરાયો.
Advertisement