તિલકવાડા તાલુકાના અગર ગામના યુવાનને યુવતીને ભગાડી જવાના ગુનામાં પીએસઆઇ તથા પોલીસ કર્મીઓએ ઢોર માર માર્યો હોવાની ઘટના સામે આવ્યાં બાદ સમાજના આદિવાસી આગેવાનોએ મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. જવાબદાર પોલીસ કર્મચારીઓ સામે કડક પગલાં ભરવાની માંગ કરી છે.
અગર ગામનો યુવક ચોર મહુડી ગામડી ગામની યુવતીને ભગાડી ગયો હોવાની ફરિયાદ તિલકવાડા પોલીસ મથકમાં નોંધાઇ હતી. તિલકવાડા પોલીસ કર્મીઓ યુવકના પરિજનોને પોલીસ મથકે બોલાવી આખો દિવસ બેસાડી રાખી એક યુવકને ઢોર માર મારતા આદિવાસી સમાજના લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. આ બાબતે યુવકના પરિવારજનોએ રાજપીપળાની કોર્ટમાં પીએસઆઇ સહિત અન્ય પોલીસ કર્મચારીઓ સામે ફરિયાદ પણ કરી છે. આદિવાસી પરિવારને ન્યાય મળેઅને પોલીસ કર્મીઓ વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવીમાગ સાથે ગુરૂવારે તિલકવાડા તાલુકાના આદિવાસી સમાજ અને અન્ય સમાજના આગેવાનોને હતી.
આદિવાસી સમાજની બહુ વસતી ધરાવતાં નર્મદા જિલ્લા પોલીસના દમનની ઘટના આવી છે. યુવાનને માર મારવાની ઘટનામાં પરિવારે ન્યાય માટે કોર્ટના ખખડાવ્યાં છે. બીજી તરફ એસપીએ ઘટનાની તપાસ કરવા કેવડિયાના ડીવાયએસપીને જાણ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. તિલકવાડા નગરમાં આસપાસના ગામોમાંથી આવવાની શરૂઆત થઇ હતી. મામલતદાર ક્ચેરીમાં ગયેલાં લોકોએ પોલીસના વિરોધમાં ભારે નારેબાજી પણ કરી હતી.
તિલકવાડા ચોકડી ખાતેથી રેલી યોજી મામલતદારને લેખિતમાં આવેદનપત્ર આપી રજુઆત કરી હતી.
દીપક જગતાપ, રાજપીપલા