Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળા પાલિકાનું ૯૧ કરોડની આવક અને રૂા. ૬૭ કરોડનુ ખર્ચ સાથે રૂપિયા ૨૪ કરોડના પુરાંતવાળુ બજેટ સર્વાનુમતે મંજુર કરાયું

Share

રાજપીપળા નગરપાલીકા સભાખંડમાં પાલિકા પ્રમુખ ગોહીલ કુલદીપસિંહની અધ્યક્ષતામાં સામાન્ય સભા યોજાઈ હતી. જેમાં મુખ્ય અધિકારી તથા
પાલિકાના ચૂંટાયેલાં સભ્યો સહિત અન્ય કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. રાજપીપળા પાલીકા સભાખંડમાં મળેલી બોર્ડ મિટિંગમાં વર્ષ ૨૦૨૩- ૨૪ માટે ૯૧ કરોડની અંદાજીત આવક અને રૂા. ૬૭ કરોડનુ અંદાજીત ખર્ચ સાથે રૂપિયા ૨૪ કરોડના પુરાંતવાળુ બજેટ સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યું હતું.

પાલિકા પ્રમુખે જણાવ્યું હતું કે રાજપીપળા ગાર્ડનમાં આડેધડ વાહન પાર્કિંગ થતું હોઈ મુદ્દે જે લોકો પોતાના વાહનો ગાર્ડન અને કોમ્પલેક્ષમાં પાર્ક કરી
નોકરી માટે અથવા અન્ય કામોમાટે જતાં રહે છે. એમણે હવેપાલીકાને પાર્કિંગ ચાર્જ ચૂકવવો પડશે, ૧૨ કલાક માટે ૨ વ્હીલના૧૦ રૂપિયા અને ૪ વ્હીલના ૨૦ રૂપિયા ચુકવવા પડશે. જે લોકો ગાર્ડનમાં ફરવા અને સવારે સાંજે વોકિંગ માટે આવે છે. એમને વાહન પાર્કિંગનો કોઈ ચાર્જ આપવો પડશે નહિ.

Advertisement

સભામાં પાલિકાના ચુંટાયેલા સભ્યો સાથે કર્મચારીઓ યોગ્ય વર્તન ન કરતા હોવાનો મુદ્દો ભાજપના સભ્ય ગિરિરાજસિંહ ખેરે ઉઠાવતા સભ્યો સાથે કર્મચારીઓ યોગ્ય વર્તન કરે એવી સુચના આપવા પ્રમુખ અને મુખ્ય અધિકારીને જણાવ્યું હતું. એ ઉપરાંત સરકારે નવા બી.પી.એલ કાર્ડ કાઢવાના બંધ કર્યા છે. જેથી સરકારી સહાય મેળવવામાટે ઘણા લોકો વંચિત રહી જાય છે એટલે સરકારી સહાય મેળવવા જેની પાસે બી.પી.એલકાર્ડ ન હોય એવા લોકો માટે અન્ય ડોક્યુમેન્ટ વેલિડ રાખવામાટે પાલિકા એક ઠરાવ કરી સરકારમાં રજુઆત પણ કરશે. રોજમદારોના જી.પી.એફ, ગ્રેજ્યુઈટી, વિમાના નાણાં યોગ્યસમયે મળે અને સફાઈ કર્મીઓની ભરતી થઈ હોવા છતાં એમનેઆજદીન સુધી કોલ લેટર મળ્યો ન હોવાનો મુદ્દો પાલિકાના
ભાજપના સભ્ય પ્રજ્ઞેશ રામીએઉઠાવતા એ બાબતે પણ યોગ્ય કાર્યવાહી કરવા પ્રમુખે ખાતરીઆપી હતી.

દીપક જગતાપ, રાજપીપલા


Share

Related posts

શીખ સમાજની જ્ઞાતિ વિરુદ્ધના મેસેજ સોશિયલ મીડિયામાં વાઇરલ થતા ગુરુદ્વારાના પ્રતિનિધિ દ્વારા વડોદરા કમિશનરને આપ્યું આવેદન.

ProudOfGujarat

ફાટટળાવ મ્યુ ગેરેજ પાસેની કેબિનની જમીનના ભાવો વધારતા આવેદન પત્ર પાઠવાયું…

ProudOfGujarat

નર્મદા જિલ્લાના દરેક ગામોને ગ્રામ પંચાયતનો દરજ્જો આપવા બાબતે આમુ સંગઠને મુખ્યમંત્રીને ઉદ્દેશીને કલેકટરને આવેદન આપ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!