કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ડેડીયાપાડા ખાતે મધમાખી પાલન પર એક દિવસીય જાગૃતતા શિબિર યોજવામાં આવેલી હતી. ખાદી અને ગ્રામોદ્યોગ ઈન્ડસ્ટ્રીઝના ડાયરેક્ટર જગબિરસિંઘે અને કે.વિ.કે. ના વડા ડૉ. પી. ડી.વર્મા તેમજ ચીખલીના અગ્રણી ખેડૂત અશોકભાઈ હાજર રહ્યા હતાં. અશોકભાઈ કૂચી મધમાખીનું પાલન કેવી રીતે કરવું તેની માહિતી આપી તેમજ ડેમોનસ્ટ્રેશન કરીને બતાવ્યું હતું.
આ શિબિરમાં જુદા જુદા ગામમાંથી 100 જેટલા ખેડૂતોએ ભાગ લીધો હતો. અને બધા ખેડૂતોને એક – એક મધની બોટલ આપવામાં આવી હતી. આ કાર્યક્રમનું સંચાલન ડૉ. મીનાક્ષી તિવારી એ કર્યું હતું અને ખેડૂતોને મિલૅટ ખાવાનાં ફાયદા વિશે સમજાવ્યું હતું.
દીપક જગતાપ, રાજપીપલા
Advertisement