Proud of Gujarat
FeaturedGujaratINDIA

નર્મદા તટે પંચકોશી નર્મદા પરિક્રમા માટે સુવિધાઓ વધારવા નર્મદા કલેકટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાઇ.

Share

૨૨ માર્ચ ચૈત્ર વદ એકમને બુધવારનાં શુભદિનેથી નર્મદા તટે પંચચકોશી નર્મદા પરિક્રમાનો પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે દર વર્ષે વધતી જતી શ્રદ્ધાળુઓની સંખ્યાને ધ્યાને લઈ જરૂરી સુવિધા વધારવા માટે અખિલ ભારતીય માં નર્મદા પરિક્રમા સેવા સંઘના ગુજરાત પ્રદેશના સંયોજક અનિરુદ્ધસિંહ ગોહિલ અને સદસ્યો દ્વારા નર્મદા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. જેમાં લાઇફ જેકેટ સાથે નાવડીઓ વધારવાની માંગ સાથે બન્ને સ્થાને નાવડીમાં ચઢવા માટેની વ્યવસ્થા તથા પરિક્રમા માર્ગ ઉપર ડસ્ટબીન, લાઈટ, રાત્રી રોકાણની વ્યવસ્થા તેમજ વિશ્રામસ્થાનો ઉભા કરવા વગેરેની સુવિધા વધારવાની માંગ કરી છે.

આવેદનપત્રમાં જણાવ્યા મુજબ નર્મદા જિલ્લામાંથી પસાર થતી “ઉત્તરવહિની” નર્મદા તરીકેપ્રખ્યાત કિનારાઓ આવેલા હોય જેની પરિક્રમાનો મહિમાં “સ્કંદપુરાણ” અને “રેવાખંડ” માં વર્ણવેલ છે. જેના કારણે સનાતન ધર્મમાં આસ્થા રાખનાર ઘણા ભક્તોમાં નર્મદાજીની ઉત્તરવાહિની નર્મદાજીની પરિક્રમા કરે છે. જેમાં દર વર્ષે શ્રધ્ધાળુઓની સંખ્યામાં ઘણો વધારો થાય છે. ગત વર્ષે હનુમાન જયંતી અને પૂર્ણિમાના દિવસે મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ આવતા થોડી અવ્યવસ્થા સર્જાયેલ. પરંતુ માં નર્મદાની અસીમ કૃપાને કારણે કોઇ દુર્ઘટના બની ન હતી, પરંતુ આ વર્ષ શ્રધ્ધાળુઓની સંખ્યામાં ઉત્તરોઉત્તર થતાં વધારાને ધ્યાને રાખી સરકારી પ્રસાશન દ્વારા દર્શાવેલ બિંદુઓ ઉપર ધ્યાન આપવામાં આવે તો આ પરિક્રમા યાત્રા સુંચારુરૂપે સંપન થશે. ખાસ કરીને નર્મદા કલેકટર દ્વારા મા નર્મદાની પરિક્રમાનો સમય શાસ્ત્ર અનુસાર સવારના ૦૪:૩૦ કલાકથી રાત્રીનાં ૦૭:૩૦ કલાક સુધી જાહેર કરી એ સમય દરમ્યાન રામપુરા મુકામે અને તિલકવાડા મુકામે નાવડી ચલાવવા માટે સુચના આપી તેનું જાહેરનામુ બહાર પાડે, તેમજ શ્રધ્ધાળુઓની વધતી જતી સંખ્યાને ધ્યાનમાં રાખી બન્ને જગ્યા ઉપર લાઇફ જેકેટ સાથે ૧૦ + ૧૦ નાવડી રાખવા, તથા જ્યાંથી પરિક્રમાવાસીઓ નાવડીનો ઉપયોગ કરે છે તે ઘાટથી ૫૦ મીટર દુરથી લોખંડની પાઇપ સાથેનો ૫ વ્યક્તિઓ સાથે ચાલે તેટલી પોહળાઇનો બેરીગેટ બનાવવા સાથે નાવડીમાં ચઢવા માટે બન્ને સ્થાને વ્યવસ્થા કરવા જણાવાયું છે. એ ઉપરાંત સ્વછતાને ધ્યાને રાખી યાત્રાળુઓની સુવિધા માટે ખાસ કરીને મુખ્ય ત્રણ સ્થાન ઉપર આરોગ્યની ટીમ રહે તેવી વ્યવસ્થા કરવી તથા આ ઉત્તરવાહિની નર્મદાજીની પરિક્રમામાં અન્ય રાજ્યોમાંથી મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ આવતા હોવાથી એમના રાત્રી રોકાણની જેવી તેવી વ્યવસ્થા ન હોવાથી પ્રસાશન દ્વારા રામપુરા, માંગળોલ, તિલકવાડા અને મણીનાગેશ્વર મુકામે ૧ માસ માટે ડૉમ બનાવી યાત્રાળુઓ માટે વિશ્રામસ્થાનો ઉભા કરવા રજુઆત કરી છે.

યાત્રાળુઓની મોટી સંખ્યા આવતી હોય તો તેઓની સુવીધા માટે અસ્થાયી ટોયલેટ / બાથરૂમની વ્યવસ્થાવિવિધ સ્થાને ખાસ કરવા આગ્રહ કર્યો છે જેમાં રામપુરા, રામાનંદ આશ્રમ, સીતારામ મંદિર ગુવાર, મણીનાગેશ્વર મંદિર પાસે આવી વ્યવસ્થા ખાસ કરવા જણાવ્યું છે. આ ઉત્તરવાહિની નર્મદાજીના પરિક્રમા માર્ગ ઉપર દર ૫૦૦ મીટર ડસ્ટબીન મુકવા જોઇએ. સાથે કોઇપણ યાત્રાળુઓ પ્લાસ્ટીક સથે ન રાખે તેવો ખાસ આગ્રહ રાખ્યો છે. શ્રધ્ધાળુઓ બહારથી આવતા હોવાથી મોડી રાત્રે પણ પરિક્રમા માર્ગમાં સુવિધા માટે ત્યા વિશ્રામ કરતા હોવાથી જરૂરી જગ્યાઓ ઉપર લાઇટની વ્યવસ્થા કરવાની રજૂઆત કરી છે.

Advertisement

દીપક જગતાપ, રાજપીપલા


Share

Related posts

રાજપીપળા જીલ્લા જેલના કોન્સ્ટેબ્યુલરી સંવર્ગના કર્મચારીઓ તા. 28 થી માસ સીએલ પર ઉતરશે.

ProudOfGujarat

નર્મદા, ભરૂચ તથા વડોદરામાં ઘરફોડ ચોરી કરેલ આરોપી હરીયાણા ખાતેથી ઝડપાયો.

ProudOfGujarat

વડોદરા : હાંડોદ ગામમાં વિકાસના કામોનું પુર્વ ધારાસભ્ય સતીષ પટેલનાં હસ્તે ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!