Proud of Gujarat
FeaturedGujaratINDIA

સ્ટેચ્યુ ઑફ યુનિટી ખાતે સેવા આપી રહેલ ઈ-રિક્ષા ચાલક એ પ્રામાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડયુ

Share

સ્ટેચ્યુ ઓફ યુનિટી આજે વિશ્વભરનાં પ્રવાસીઓની પહેલી પસંદ બન્યુ છે અને તેમાં ફરજ બજાવતા પ્રમાણિક કર્મયોગીઓનો નિઃસંદેહ સિંહફાળો રહ્યો છે. અત્રે આવતા પ્રવાસીઓ ઘણી વખતે પોતાની કિંમતી વસ્તુઓ પ્રવાસના સ્થળોએ ભુલી જતાં હોય છે અથવા પડી જતી હોય છે પરંતુ અત્રે ફરજ બજાવતા કર્મયોગીઓએ હંમેશા પ્રમાણિકતા સાબિત કરી છે. આ અગાઉ રૂ. ૭૦,૦૦૦/- ભરેલ પાકીટ, સોનાની ઝવેરાત ભરેલ પાકીટ પણ પરત કરેલ હતું. આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે મહિલા ઈ-રિક્ષા ચાલકે કર્ણાટકના પ્રવાસીનું આઇપેડ પરત કર્યું છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ઈ-રિક્ષા ચાલક ગંગાબેન તડવીની રિક્ષામાં કર્ણાટકના પ્રવાસી અશોકભાઈ એપલ કંપનીનું આઇપેડ પ્રો ભૂલી ગયા હતા જેથી રિક્ષાચાલક બહેને મામલાની ગંભીરતા સમજીને તુરંત સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળના DYSP જયવીરસિંહ ઝાલાનો રુબરુ સંપર્ક કર્યો હતો. નવયુવાન DYSP ઝાલાએ આઇપેડનું કોન્ટેક્ટ લિસ્ટ જોતા તેમાં કન્નડ ભાષામાં નંબર સાચવેલ હતા જેથી આઈપેડમાં facetime એપ્લિકેશન મારફતે છેલ્લે ડાયલ કરેલ નંબર પર વીડિયો કોલિંગ કરતા પ્રવાસીના પુત્રનો સંપર્ક કરી તેમની સાથે અંગ્રેજી ભાષામાં વાતચીત કરીને પ્રવાસીને વહીવટી કાર્યાલય ખાતે બોલાવી આઇપેડની માલિકીની ખરાઈ કરી જરૂરી કાર્યવાહી હાથ ધરી રીક્ષા ચાલક મહિલા ગંગાબેન તડવીના હસ્તે પ્રવાસી અશોકભાઈને તેમનું આઇપેડ પરત કર્યું હતું.

Advertisement

પ્રવાસી અશોકભાઈ મહિલા રિક્ષા ચાલક ગંગાબેન તડવીની પ્રામાણિકતા જોઈ ભાવવિભોર થયા હતા અને હ્રદયથી આભાર વ્યકત કર્યો હતો અને મહિલા રિક્ષાચાલકની પ્રામાણિક કામગીરીને SOUADTGA ના ઉચ્ચ અધિકારીઓએ બિરદાવીને અભિનંદન પાઠવ્યા હતા.

દીપક જગતાપ, રાજપીપલા


Share

Related posts

હાલોલ નગરમાં બકરી ઇદ પર્વની મુસ્લિમ બિરાદરોએ કરી ધામધુમથી ઉજવણી

ProudOfGujarat

ભરૂચ-અંકલેશ્વર માં ચાલતા સ્પા મસાજ સેન્ટરો ઉપર પોલીસ દ્વારા ચેકીંગ હાથ ધરાયુ-સ્પા સંચકલોમાં ઘભરાટ…..

ProudOfGujarat

ભરૂચ : નારાયણ વિદ્યા વિહાર ખાતે નદી ઉત્સવ અંતર્ગત ચિત્ર સ્પર્ધા અને બે મિનિટ સંવાદનો કાર્યક્ર્મ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!