રાજપીપળા, ઉત્તરાયણના તહેવારને અનુલક્ષીને અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એચ.કે.વ્યાસે તેમને મળેલી સત્તાની રૂએ એક જાહેરનામા દ્વારા નર્મદા જિલ્લાના સમગ્ર વિસ્તારમાં ઉત્તરાયણના તહેવાર દરમિયાન સ્કાય લેન્ટર્ન (ચાઇનીઝ તુક્કલ) ચાઇનીઝ માંઝા, નાયલોન, પ્લાસ્ટીક દોરી કાચ પાયેલી, અન્ય હાનિકારક પદાર્થોમાંથી કોટીંગ દોરી, અન્ય સિન્થેટીક માઝા, સિન્થેટીક પદાર્થથી કોટીંગ કરેલ હોય અને નોન-બાયોડીગ્રેબલ હોય તેવી દોરી તથા અન્ય હાનિકારક પદાર્થોથી કોટીંગ કરેલી દોરી તેમજ પતંગ ચગાવવા માટે ઉપયોગમાં લેવાતા અન્ય હાનિકારક પદાર્થોના ઉત્પાદન,વેચાણ,ઉપયોગ કરવા પર તા.૫/૧/૨૦૨૦ થી તા.૩૧/૧/૨૦૨૦ સુધી (બન્ને દિવસો સહિત) પ્રતિબંધ ફરમાવ્યો છે. આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર વ્યક્તિ શિક્ષાને પાત્ર થશે. આ હુકમનો ભંગ થયે નર્મદા જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ સબ ઇન્સપેક્ટર કે તેથી ઉપલા દરજ્જાના તમામ પોલીસ અધિકારીઓને હુકમનો ભંગ કરનાર સામે ફરિયાદ કરવા અધિકૃત કરવામાં આવેલ છે.
રાજપીપળા, આરીફ જી કુરેશી