Proud of Gujarat
FeaturedGujaratINDIA

નર્મદા જીલ્લાના નાયબ માહિતી નિયામક તરીકે અરવિંદ મછારની નિયુકતી કરાઇ.

Share

સરદાર સાહેબની વિશ્વની સૌથી વિરાટ પ્રતિમાના સાન્નિધ્યમાં અરવિંદ મછારની નાયબ માહિતી નિયામક તરીકેની નિયુક્તિ જિલ્લા માહિતી કચેરી નર્મદા ખાતે થઈ છે.

ગુજરાતની સાથે નર્મદા જિલ્લાની વણથંભી વિકાસ યાત્રાને વધુ તેજ રફ્તારથી આગળ ધપાવવા માટે એસ્પિરેશનલ ડિસ્ટ્રીક્ટ અંતર્ગત જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયાના તથા જિલ્લા વહિવટીતંત્રના સંકલનમાં રહીને જિલ્લા માહિતી કચેરીના નવનિયુક્ત નાયબ માહિતી નિયામક મછારની ભૂમિકા મહત્વની સાબિત થશે.

Advertisement

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ તથા જિલ્લા વહીવટીતંત્રના સંકલનમાં રહીને મછાર અને “ટીમ નર્મદા માહિતી” જિલ્લાના શહેરી-ગ્રામીણ સહિત છેવાડાના માનવી સુધી સરકારની અનેકવિધ લોકકલ્યાણકારી યોજનાઓને પહોંચાડવા તથા શિક્ષણ, સ્વાસ્થ્ય, સુરક્ષા, મહિલા સ્વાવલંબન, સ્વનિર્ભરતા, વીજળી-પાણી સહિત ટુરિઝમ ક્ષેત્રે નર્મદા જિલ્લાના વિકાસના પાયાને વધુ મજબુત કરવા માટે સંકલ્પબદ્ધ રહેશે.

વર્ષ-૧૯૯૬ માં અરવિંદ મછાર વલસાડ જિલ્લામાં માહિતી મદદનીશ તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કર્યા બાદ દાંડી, નવસારી, મહેસાણા સહિત પ્રાદેશિક કચેરી અમદાવાદ ખાતે ફરજ બજાવી પોતાના લેખન કૌશલ્યથી સૌને પ્રભાવિત કર્યા હતા.

સિનિયર સબ એડિટર તરીકે મછાર ગાંધીનગર પ્રકાશન શાખા તથા તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીના કાર્યકાળ દરમિયાન મુખ્યમંત્રી નિવાસ સ્થાન ખાતેના જનસંપર્ક કાર્યાલયની વિશેષ ટીમ જેવા મહત્વપૂર્ણ સ્થાનો પર પોતાની મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરી ચૂક્યા છે.

સિનિયર સબ એડિટરમાંથી બઢતી મેળવીને મહિસાગર જિલ્લામાં સહાયક માહિતી નિયામક તરીકે પોતાની જવાબદારીઓ સુપેરે નિભાવનાર મછાર ગોધરા, આણંદ, નડિયાદ ખાતે ઈન્ચાર્જ નાયબ માહિતી નિયામક તરીકે પણ ફરજ નિભાવી ચૂક્યા છે. જે બાદ પુન: મુખ્યમંત્રીના કાર્યાલયમાં પ્રતિનિયુક્તિ પર ફરજ બજાવી હતી.

નર્મદા જિલ્લાના કાયમી નાયબ માહિતી નિયામક તરીકે પદભાર સંભાળતા સમગ્ર રાજપીપલા માહિતી પરિવાર દ્વારા શાલ ઓઢાડી અને પુષ્પગુચ્છ અર્પણ કરી ઉષ્માભેર સ્વાગત કરાયું હતું. આ પ્રસંગે અરવિંદ મછારે જણાવ્યું કે, પ્રસાર-પ્રચારની પરિણામલક્ષી કામગીરી અને વહીવટી કાર્યપ્રણાલીને સુદ્રઢ કરવા સહિત ગુજરાત પાક્ષિક છેવાડાના વિસ્તારો સુધી પહોંચે અને રાજ્ય સરકારની પ્રત્યેક લોકકલ્યાણકારી યોજનાઓનો લાભ નાગરિકોને મળે તેના પર વિશેષ ભાર આપવામાં આવશે.

દીપક જગતાપ, રાજપીપલા


Share

Related posts

નર્મદામાં આદિવાસી સમાજના આશાસ્પદ યુવકોના મોત વિશે કેન્દ્રીય અનુસૂચિત જનજાતિ આયોગ સમક્ષ નિષ્પક્ષ તપાસની માંગ કરતા : સંદીપ માંગરોલા

ProudOfGujarat

લીંબડી અમદાવાદ હાઈવે પર કાર અને બાઈક અકસ્માતમાં 4 વ્યક્તિ ઈજાગ્રસ્ત.

ProudOfGujarat

ભરૂચ : નવેઠા ગામ પાસેથી પસાર થતાં રાજય ધોરીમાર્ગ પર ટાયર સળગાવવા અંગે અજાણ્યા વ્યક્તિઓ સામે ગુનો દાખલ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!