રાજપીપલા સહીત નર્મદા જિલ્લામાં ભારે શ્રદ્ધા અને ભક્તિભાવ પૂર્વક હોળી ધૂળેટી પર્વ મનાવ્યું હતું. જેમાં રાજેન્દ્રનગર સોસાયટીમાં બ્રાહ્મણોની ધાર્મિક વિધિ પ્રમાણે પત્રકાર લેખક દીપક જગતાપ તથા સોસાયટીના અન્ય રહીશોની ઉપસ્થિતિમાં ગૌતમ મહારાજે હોલિકાનું વિધિવત પૂજન કરાવી વેદોક્ત મંત્રોચ્ચારો સાથે વૈદિક હોળી પ્રગટાવી હતી. જેમાં દીપકભાઈ જગતાપે તથા અન્ય મહેમાનોએ હોળી પ્રગટાવી હતી. સોસાયટીના રહીશોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી શ્રીફળ હોમી હોલિકા પૂજન કર્યું હતું.
જયારે ગોપાલપરા ગામમાંપણ સામુહિક હોળી પ્રગટાવી એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. નર્મદામાં હોળી પર્વએ આદિવાસીઓનો મુખ્ય તહેવાર હોવાથી ગામે ગામે મોડી રાત સુધી ઢોલ નગારા નાચગાન સાથે એકતાનો સંદેશો પહોંચાડી હોળી પર્વ મનાવ્યું હતું.
નર્મદાના ઘણા ગામડાઓમાં બે-બે દિવસ સુધી હોળી પ્રગટી હતી. તો રાજપીપલા ખાતે સિનિયર સીટીઝન નાગરિકો એ પણ કરજણ ઓવારે એકબીજાને ગુલાલ લગાડી ઈકો ફ્રેન્ડલી ઘૂળેટી રમી એકબીજાને હોળી પર્વની શુભકામનાઓ પાઠવી હતી.
દીપક જગતાપ, રાજપીપલા
રાજપીપલા સહીત નર્મદા જિલ્લામાં વૈદિક હોળી પ્રગટી
Advertisement