કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દેડીયાપાડા ખાતે આદિવાસી મહિલાઓ માટે હર્બલ ગુલાલ ઉપરાંત પ્રાકૃતિક કલર અને હરબલ સાબુ બનાવવાની વ્યવસાયલક્ષી તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.
ડૉ. મિનાક્ષી તિવારીના માર્ગદર્શન હેઠળ ગૃહ વૈજ્ઞાનિક ગુલાલ માટે પાલક, બીટ, કેસુડો અને એરોરૂટ પાવડર જેવી વસ્તુઓ થકી હર્બલ ગુલાલ બનાવાયા છે. તેમજ તેના ફાયદા અને હર્બલ ગુલાલ બનાવવાના કામને વ્યવસાય તરીકે અપનાવવા અંગે માહિતી આપી હતી. જેમાં જુદા જુદા ગામના 25 થી 30 બહેનોએ ભાગ લીધો હતો અને નાબાડના અનંત વરદાને માર્કેટિંગ વિષયની સમજ આપી હતી.
દીપક જગતાપ, રાજપીપલા
Advertisement