Proud of Gujarat
FeaturedGujaratINDIA

નર્મદા જિલ્લામાં આદીવાસીઓ દ્વારા હોળીના દિવસે ગોસાઈ બનવાની અનોખી પરંપરા

Share

હોળી એ આદિવાસીઓનો મુખ્ય તહેવાર ગણાય છે. ખાસ કરીને નર્મદા જિલ્લામાં આદિવાસોની બહુ મોટી વસતી છે. ત્યારે હોળી પૂર્વે આદિવાસીઓ પોતાના જિલ્લા કે પરપ્રાંતમાંથી મજૂરીએથી વતન પાછા ફરતા હોય છે. ખાસ હોળી મનાવવા માટે જેમાં ડેડીયાપાડા તાલુકાના નાની સીંગલોટી, ટીમ્બાપાડા અને ડેડીયાપાડા વિસ્તારમાં આદીવાસી સંસ્કૃતિ પ્રમાણે હોળીના દિવસે ગોસાઈ બનવાની અનોખી પરંપરા આજે પણ પ્રચલિત છે.

અહીંના આદિવાસીઓનો આ વારસાગત અને પરંપરાગત રિવાજ છે. અહીંના આદિવાસીઓ પાંચ પાંચ વર્ષ સુધી સુધી બાધા રાખે છે. 50 વર્ષ સુધી ગોસાઈ બનતા હોય છે. એમના ગોસાઈ બનેલા પરિવારો અથવા તેમના વારસાદારો ખાસ કરીને આદિવાસી યુવાનોએ આ પરંપરાને જાળવી રાખી છે.
તેમના પૂર્વજો વતી આજના આ આદિવાસી યુવાનો આ પવિત્ર ઉત્સવ મનાવે છે. જેની માનતા હોય તેઓ ૫ વરસ માટે ગોસાઈ બને છે. આ ગોસાઈ બનવાની પરંપરા ખુબ પ્રાચિન છે.

આ અંગે ગત વર્ષે નર્મદા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી અને યુવા આગેવાન નીલ રાવે ડેડીયાપાડા, સીંગલોટી અને ટીંબાપાડા ગામની મુલાકાત લીધી હતી. ખાસ કરીને જ્યાં આદિવાસી પરિવારો ગોસાઈ બને છેતેઓ પરંપરાગત રીતે વેશભૂષા પરિધાન કરી આદિવાસીઓના પારંપરિક વાજિંત્રોવગાડી નાચગાન સાથે આદિવાસી લોક નૃત્ય સાથે હોળી મનાવે છે.

Advertisement

નીલ રાવ પોતે આ સંસ્કૃતિથી પ્રભાવિત થયા હતા અને આદિવાસીઓના નૃત્ય ગાન સાથે જોડાઈ ગયા હતા. તેમણે આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતા યુવકોને પ્રોત્સાહન આપી અભિનંદન પાઠવ્યા હતા. અને તેમની સાથે નાચગાન કરીને હોળી નૃત્યમાં જોડાઈ તેમને પ્રોત્સાહિત પણ કર્યા હતા
તેમણે આ અંગે વધુમાં જણાવ્યું હતું કે આદીવાસી સમાજના યુવાનો હજુ પણ પોતાનીઆ સંસ્કૃતિ ટકાવી રાખીને એનું જતન કરે છેએ સરાહનીય છે

આ લોકો પરંપરાગત વસ્ત્રોમાં ધોતી, ફેંટો, માથે મોરપિંછ લગાડીને હોળી માતાના દર્શન કરીને બાદમાં નૃત્ય કરે છે. તેઓ પગમાં ચંપલ પણ નથી પહેરતા. અને ખુલ્લા પગે ચાલે છે, આ લોકો સ્ત્રીઓ, કુટુંબ,પ્રસંગથી દૂર રહી રહી હોળી માતાની ઉપાસના કરતા હોય છે અને જમીન પર નીચે સુવે છે. ભોજન પણ અલગ-અલગ ઘરેથી મંગાવીને ભોજન કરે છે. હોળીના ૧૫ થી ૪૫ દિવસ પહેલા પુરૂષો નદીએ જઈ દહીથી માથુ, વસ્ત્રો ધોઈ ઘર સંસારથી દુર રહે છે આ બધી પ્રક્રિયા પવિત્ર હોય છે.

આ અંગે નીલ રાવે જણાવ્યું હતું કે આજના યુગમાં સંસ્કૃતિનો જ્યારે હ્રાસ થઇ રહ્યો છે ત્યારે ગોસાઈ પરિવારના આદિવાસીઓએ પોતાની આદિવાસી સંસ્કૃતિને જાળવી રાખી છે. ખાસ કરીને યુવાનો પોતાની વારસાગત પરંપરા અને સંસ્કૃતિનું જે રીતે જતન કરી રહ્યા છે તે ખરેખર બિરદાવવા લાયક હોવાનું જણાવ્યું હતું.

દીપક જગતાપ, રાજપીપલા


Share

Related posts

રાજપીપળામાં ચોરી થયેલ મોબાઈલનો ભેદ ઉકેલલવામાં એલ.સી.બી અને એસ.ઓ.જી ને સફળતા મળી.

ProudOfGujarat

વલસાડમાં પાણીના વહેણની વચ્ચે નદીમાં ઘૂંટણસમાં પાણીમાં સ્મશાન યાત્રા કાઢવા લોકો મજબૂર, કોઝવે ન બનતા આ સ્થિતિ

ProudOfGujarat

જંબુસર : ગોકળલાલની ખડકી વિસ્તારના 150 વર્ષ જુના મકાનની દીવાલ ધરાશાયી થતા દોડધામ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!