આગામી 13 માર્ચથી ધોરણ 10-12 ની બોર્ડની જાહેર પરીક્ષા શરૂ થવાની છે. જે નર્મદા જિલ્લાના ૬૦ ટકા વિદ્યાર્થીઓ આદિવાસી છે. આવી જાહેર પરીક્ષાઓ પોતાના સંતાનોને પાસ થવા માટે આદિવાસીઓ જાતજાતની બાધા રાખતા હોય છે. જેમાં દિવસમાં સાત ડુંગર નવડાવવાની (સળગાવવા) ની બાધા માનવતાની પ્રથા જોકે ક્રમશઃ દૂર થઇ છે અને આદિવાસી વિદ્યાર્થીઓમાં જાગૃતિ આવી છે.
ડેડીયાપાડા ફુલસર ગામનો આદિવાસી વિદ્યાર્થી ધોરણ 10 ની પરીક્ષા આપી રહ્યો છે તેણે જણાવ્યું છે કે આ વખતે મે ખૂબ મહેનત કરી છે. સારા માર્કે પાસ થયો છું તે કહે છે કે જંગલ બાળવાથી કેટલું નુકસાન થાય છે, તે હું જાણું છું અમે જંગલને બચાવીશું. જ્યારે વાંદરી ગામનો આદિવાસી વિદ્યાર્થી ધોરણ 12 ની પરીક્ષા આપી રહ્યો છે. તેને જંગલમાં દવ નહીં આવવા દઈએ એમ જણાવી તેનું કારણ સમજાવતાં તેને જણાવ્યું હતું કે અમે જંગલ અમારું રક્ષણ કરે છે તેનાથી અમને ઘણા ફાયદા થાય છે આદિવાસી વાલીઓએ વિવાદ રાખે છે કે મારો દીકરો દીકરી ધોરણ 10- 12 ની બોર્ડની જાહેર પરીક્ષામાં પાસ થશે તો સાત ડુંગર નવડાવવાની માન્યતા હવે ક્રમશઃ ભૂલાઇ ગઇ છે. કારણ કે જંગલ સળગાવી સળગી જવાથી જંગલને કેટલું મોટું નુકસાન થાય છે તેનો ગ્રામવાસીઓને પણ થઇ રહ્યો છે.
જોકે આ જંગલને બચાવવા અને આદિવાસીઓની ગેરમાન્યતા દૂર કરવા નર્મદાવન વિભાગના નાયબ વનસંરક્ષક નીરજકુમારના સંનિષ્ઠ પ્રયાસથી જંગલમાં દવના બનાવો ઘટી ગયા છે અને નહિવત થઈ ગયા છે. વન અધિકારીઓ જીગ્નેશ સોની, વિક્રમસિંહ ગભાણીયા, વીરેન્દ્રસિંહ ઘરીયા વગેરેએ જંગલમાં દવના બનાવો ઘટાડવા સંનિષ્ઠ પ્રયાસો કર્યા છે.
જનજાગૃતિના પ્રયાસ રૂપે હોળી ટાણે વન વિભાગ જનજાગૃતિના પ્રયાસો કરે છે. નર્મદા નાયબ વનસંરક્ષક નીરજ કુમારે ગ્રામજનોને અપીલ કરતા જણાવ્યું છે કે હોળી પર્વની ઉજવણી સાથે કુદરતનું રક્ષણ કરીએ. હોલીકા દહનમાં ઓછા લાકડા બચાવી પર્યાવરણ બચાવીએ. જંગલોનું રક્ષણ સંરક્ષણ કરીએ. આવનારી પેઢીને લાકડા મળી રહે અને લાકડા માટે જંગલ માત્ર ચિત્રને ફિલ્મ પૂરતું મર્યાદિત ન રહી જાય તેનું પણ ધ્યાન રાખીએ. ગામમાં હોળી પ્રગટાવતા ગામમાં એક જ મોટી હોળી પ્રગટાવી લાકડા બચાવી જંગલ બચાવીએ. અને ઓછા લાકડાનો ઉપયોગ કરીએ.
આદિવાસીઓમા ઘણી જગ્યાએ હોળીની કેટલીક ગેરમાન્યતાઓ ઘર કરી ગઈ છે, જેમા પોતાની બાધા પુરી કરવા સાત ડુંગર નવડાવાની, જંગલમા દવ લગાડી જંગલ બાળવાની ખોટી માન્યતાઓથી દુર રહેવા વન મંડળઓ ધ્વારા દવ રેખા બનાવી જંગલોને ન બાળવા નુકશાન કરવાની જાગૃતી લાવવાના પ્રયાસો વન વિભાગ દ્વારા કરવામા આવી રહ્યા છે.
કેવડીયાના આરએફઓ વિક્રમસિંહ ગભણિયા, તથા વીરેન્દ્રસિંહ ગભાણીયાના જણાવ્યા અનુસાર જંગલોમા આગ લાગવાથી વનમાં વસતા નાના મોટા જીવજંતુઓને, પક્ષીઓના માળાને નુકશાન થાય છે, સાથે સાથે ઉભા લીલા સૂકા વૃક્ષો પણ સળગી જવાથી કુદરતી રીતે સેન્દ્રિય ખાતર બનવાને પ્રક્રિયા અટકી જાય છે સાથે નાના બીજ પણ બડી જવાથી જીવસૃષ્ટિના ઘણા અમૂલ્ય રોપાઓ ઉગ્યા પહેલા જ નાશ પામે છે વન્યજીવોને ભારે નુકશાન થાય છે.
દીપક જગતાપ, રાજપીપળા