ડેડીયાપાડા ખાતે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કૃષિ ક્ષેત્રે અવનવા પ્રયોગો કરી ખેડૂતોને તાલીમ અને માર્ગદર્શન આપવામા અગ્રેસર રહ્યું છે. તાજેતરમાં ડેડીયાપાડા ખાતે બટાકા વાવેતર અંગે નવતર પ્રયોગ કર્યો છે.
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે નવતર પ્રયોગ અંતર્ગત ડો. પી. ડી. વર્મા (વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ) અને ખેડૂત બહેનોએ નર્મદા પોષણ વાટિકામાંથી 14 કિલો જેવા બટાકા કાઢ્યા હતા. નાના પ્લોટમાં 1 કિલો બટાકા રોપવામાં આવ્યા હતાં. જેમાંથી 14 કિલો બટાકાનું ઉત્પાદન થયું હતું. કે.વિ.કે. ના વડા ડૉ. પી. ડી. વર્મા એ ખેડૂત બહેનોને બટાકાની ખેતી પદ્ધતિ વિશે અને પોતાના ઘરના વાડામાં કેવી રીતે બટાકાનું વાવેતર કરી ઘર ખર્ચ બચાવી શકો છો તે અંગે માહિતી આપી. આ નિદર્શનમાં બોરીપીઠા, મંડાળા અને ખૈડીપાડાનાં 30 જેટલા બહેનોએ ભાગ લીધો હતો.
દીપક જગતાપ રાજપીપલા
Advertisement