Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપલા ખાતે “તણાવમુક્ત પરીક્ષા માર્ગદર્શન” કાર્યક્રમ યોજાયો.

Share

નર્મદા જિલ્લામાં ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહના “એક્ઝામ વોરિયર્સ” તણાવમુક્ત વાતાવરણમાં પરીક્ષાની અસરકારક, આયોજનબદ્ધ અને સમયમર્યાદામાં તૈયારી કરીને પરીક્ષા આપી શકે તે અંગે માર્ગદર્શન પુરુ પાડવાના ઉમદા આશય સાથે શિક્ષણ વિભાગ દ્વારા સરદાર ટાઉનહોલ રાજપીપલા ખાતે “તણાવમુક્ત પરીક્ષા માર્ગદર્શન” કાર્યક્રમ યોજાયો હતો.

આ પ્રસંગે જિલ્લા શિક્ષણાધિકારી એમ.સી.ભુસારાએ જણાવ્યું કે, બાળકોની સફળતા-અસફળતા શિક્ષકો સાથે સંકળાયેલી છે. બાળકોને સફળ બનાવવા માટે શિક્ષકો પોતાના સંપૂર્ણ પ્રયાસો કરીને ગુણવત્તાયુક્ત શિક્ષણ પુરુ પાડે છે. મહાત્મા ગાંધી, આલ્બર્ટ આઈન્સટાઈન, થોમસ આલ્વા એડિસન સહિતના તમામ વિદ્વાનો કે જેઓ અભ્યાસમાં શ્રેષ્ઠ ન હોવા છતાં વિશ્વ આજે તેમની કામગીરી, પ્રતિભા અને શોધોના લીધે યાદ કરે છે. માટે પરીક્ષામાં સારા ગુણો લાવવું એ વિદ્યાર્થીઓનુ સાચુ મૂલ્યાંકન નથી, તણાવમુક્ત પરીક્ષા આપવું શ્રેષ્ઠ પર્યાય સાબિત થશે તેમ વધુમાં ભૂસારાએ ઉમેર્યુ હતુ.

જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયાના માર્ગદર્શન અને જિલ્લા શિક્ષણાધિકારી એમ.સી. ભુસારાના નેતૃત્વમાં આયોજિત કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિતિ નોંધાવતા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી જયેશભાઈ પટેલે પણ વિદ્યાર્થીઓને પરીક્ષાની શુભેચ્છા પાઠવતા જણાવ્યું કે, જીવનના પ્રત્યેક પથ પરીક્ષાઓ સાથે સંકળાયેલ છે. તૈયારી પાકી હશે તો સફળતાનું ફળ મીઠુ જ મળશે. હાર-જીત એક સિક્કાના બે પાસા છે, તણાવમુક્ત માનસિકતા સાથે પરીક્ષા આપશો તો તમારી સફળતાના માર્ગ અવશ્ય ખુલશે.

Advertisement

કાર્યક્રમમાં ઉપસ્થિતિ વિવિધ વિષયના તજજ્ઞો અને મનોચિકિત્સક દ્વારા વિદ્યાર્થીઓને પરીક્ષા દરમિયાન ટાઈમ મેનેજમેન્ટ, મેડિટેશન, હળવું સંગીત, મોટિવેશન સ્પીચ માટે મર્યાદિત સમય ફાળવવા તેમજ મોબાઈલને દૂર રાખી સકારાત્મક વિચારો સાથે પરીક્ષાની તૈયારી શરૂ રાખવા સમજણ પુરી પાડી હતી. વિદ્યાર્થીઓ દ્વારા પુછાયેલા પ્રશ્નોનો તથા તેમની મૂંઝવણો અંગે સુંદર અને ઉપયોગી ઉદાહરણો સાથે તજજ્ઞોએ યોગ્ય માર્ગદર્શન આપીને પ્રોત્સાહિત કર્યા હતા.

“એક્ઝામ વોરિયર્સ” માટે પરીક્ષા અંગે ધ્યાન આપવાના મહત્વપૂર્ણ મુદ્દાઓઆપતાં જણાવ્યું હતું કે પરીક્ષામાં સફળ થવા માટે MCQ અને ગત વર્ષોના પેપરો પર વિશેષ ભાર, સુંદર અક્ષરો નહીં શિક્ષકો વાંચી શકે તેવા અક્ષરો ખુબ જરૂરી, પરીક્ષા સમયે મન શાંત રાખવું, પ્રશ્નપત્રને એક વાર વાંચન કરવું, જે વિભાગ કે પ્રશ્નનો જવાબ આવડે તેને સૌ પ્રથમ પ્રાધાન્ય આપવું, પરીક્ષાને લગતી મહત્વપૂર્ણ માહિતી ભરતી વખતે કાળજી લેવી, MCQ ટીક કરતી વખતે કાળજી પૂર્વક રાઉન્ડ કરવું, પરીક્ષા પહેલા ગતવર્ષોના પ્રશ્નપત્રોનો અભ્યાસ કરવું ફાયદાકારક હોવાનું જણાવ્યું હતું.

દીપક જગતાપ, રાજપીપલા


Share

Related posts

કેમિકલ ભરવાના બેરલની આડમાં લઈ જવાતો વિદેશી દારૂના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડતી વડોદરા એલ.સી.બી.

ProudOfGujarat

સુરત યુથ કોંગ્રેસ દ્વારા પોલીસ કમિશનરને આવેદનપત્ર આપવામાં આવ્યું.

ProudOfGujarat

ભરૂચ એલ.સી.બી. દ્વારા નેશનલ હાઇવે નં-૮ પર ખારોડ ગામ નજીક લખો રૂપિયા નો વિદેશી દારૂ ઝડપાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!