Proud of Gujarat
FeaturedGujaratINDIA

પાંચ વર્ષનો બાળક ટ્રાયસિકલમાં ભાઈ-બહેનને બેસાડી મજૂરી કરવા નીકળતો નર્મદાનો બાળ મજુર!

Share

બાળ મજૂરીએ ગુનો છે એ કાયદો ગરીબ લોકોમાટે લાગુ પડતો નથી. કારણ ગરીબી અને બેકારીનો રાક્ષસ મજબૂરીના ભોગે એમની પાસે મજૂરી કરાવે છે. ભલે દોષનો ટોપલો સરકાર પર ના ધોળીએ પણ રોજગારી આપવાની વાત અને બાળમજૂરીના કાયદાનો છેદ ઉડતો જરૂર જણાય છે. ખુલ્લેઆમ જાહેર રોડ પર આ ત્રણ માસુમ બાળકોનો પરિવાર મજૂરી કરવા નીકળે ત્યારે તો હદ કહેવાય.

જે માસુમ બાળકોના રમવાનાં અને સ્કૂલે જવાનાં દિવસો છીનવાઈ જતા બાળપણ વચ્ચે મજૂરી કરવા મજબૂર બનતા આ બાળકોનુ ભવિષ્ય અંધકારમાં ધકેલાઈ જતું જણાય છે. કોણ બચાવશે શિક્ષણથી વંચિત રહી ગયેલા આ બાળપણને? એ લાખ રૂપિયાનો સવાલ સરકાર અને સમાજ સામે જરૂર ઉભો થાય છે.

રાજપીપલામાં કચરો વીણવાનું કામ કરતો આ પરિવાર તેના પિતા સાથે ત્રણ માસુમ બાળકો સાથે સાઇકલ સવારી કરાવતું દ્રશ્ય જોવા મળ્યું.
3 મહિનાની બાળકીને ઝોળીમાં સુવડાવી ટ્રાયસિકલને ત્રણ વર્ષના ભાઈને ટ્રાઈસિકલ પર બેસાડીને પાંચ વર્ષનો બાળ મજુર બાળ મજૂરી કરવા નીકળતો બાળ મજુરનુ વરવું દ્રશ્ય જોવા મળ્યું.

Advertisement

આ અંગે એના પિતાને સવાલ કરતા જણાવે છે કે અને રાજપીપલાના રહેવાસી છીએ અને ભંગાર વીણવા જઈએ છીએ. મારા ત્રણ બાળકો મારી સાથે છે. એની માં પણ ભંગાર વીણવા ગઇ છે. બાળક સાયકલ શીખવાની પ્રેક્ટિસ કરી રહ્યો છે. સ્કૂલમાં નામ તો લખાવ્યું છે પણ સ્કૂલે જતો નથી. આશ્ચર્ય અને ખેદની વાત એ છે કે આ માસુમ બાળકો કચરામાં ગંદકીમાં હાથ નાખીને કચરો વીણતા હોય ત્યારે એમના આરોગ્ય સ્વાસ્થ્ય માટે પણ ખતરો પુરવાર થાય એમ છે. રાજપીપલા સહીત જિલ્લામાં આવા કેટલા બાળ મજૂરો હશે જે મજબૂરીમાં બાળમજૂરી કરતા હશે. આવા બાળકો બાળ મજૂરીને બદલે સ્કૂલે જાય એ ઈચ્છનીય છે.

દીપક જગતાપ, રાજપીપલા


Share

Related posts

સ્વીપ કાર્યક્રમ અંતર્ગત નારાયણ વિધાલય અને જિલ્લા શિક્ષણાધિકારીના સયુંકત ઉપક્રમે મતદાર જાગૃતિ અભિયાનના ભાગરૂપે નારાયણ વિદ્યાલયના પટાંગણમાં વિશાળ રંગોળીનું આયોજન કરવામાં આવ્યું હતું.

ProudOfGujarat

અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલની અતિ વિરાટ પ્રતિમાના ચરણોમાં ભાવવંદના કરતાં ગુજરાતના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ઇશ્વરભાઇ પરમાર

ProudOfGujarat

ભરૂચઃ બીજા ડોઝના લાભાર્થીઓ માટે તા.૦૧લી ઓગષ્ટને રવિવારના દિવસે ખાસ રસીકરણ ઝુંબેશ યોજાશે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!