રંગભૂમિનો સમૃદ્ધ વારસોને જીવંત રાખવા તથા નાટ્યના રંગકર્મીઓની કલાને વધુ પ્રોત્સાહિત કરવા હેતુસર રાષ્ટ્રીય નાટ્ય શાળા દિલ્હી અને સંગીત નાટ્ય અકાદમી, ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે સરદાર સાહેબની વિરાટ પ્રતિમાના સાનિધ્યમાં એકતા ઓડિટોરિયમ ખાતે “૨૨ મા ભારત રંગ મહોત્સવ-૨૦૨૩, ઇન્ટરનેશનલ થિયેટર ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા” નો શુભારંભ કરવામાં આવ્યો હતો. જેમાં 6 જેટલાં નાટકો રજૂ થયાં હતા. જેમાં ભારત રંગ મહોત્સવમા બીજા દિવસે મરાઠી નાટક “તેરાવં” જોવા મરાઠી નાટક પ્રેમીઓ ઉમટ્યા. એકતાનગરના એકતા ઓડીટોરીયમ ખાતે અધ્યયન ભારતી વર્ધા મહારાષ્ટ્ર્ર દ્વારા શામ પેટકર લિખિત, હરીશ ઇથાપે દિગદર્શિત મરાઠી નાટકથી પ્રેક્ષકો પ્રભાવિત થયાં હતા. ખાસ કરીને આ સ્ટોરી મહારાષ્ટ્રના ખેડૂતોએ કરેલી આત્મહત્યા બાદ વિધવા બનેલી મહિલાઓના સંઘર્ષની કહાણી છે.
દિગદર્શક હરીશ ઇથાપેના જણાવ્યા અનુસાર ખેડૂતોએ આત્મહત્યા કરી તેમના પરિવારની મહિલાઓને જે વ્યથા, દુઃખ તકલીફો સહન કરવાનો વારો આવે છે એમની પીડાઓને આ નાટકે વાચા આપી છે. સમાજના આજે પણ પ્રચલિત રૂઢિ પ્રથાને નાબૂદ કરવાનો મૅસેજ આપતાં જણાવે છે પતિના અવસાન પછી વિધવા મહિલાને લગ્ન કરવાનો અધિકાર મળવો જોઈએ.એ સારા મૅસેજથી પ્રેક્ષકો પણ પ્રભાવિત થયાં છે. આનંદ અને આશ્ચર્યની વાત તો એ છેકે આ નાટકમા કામ કરતી મહિલા કલાકાર ખેડૂતોના સુસાઇડ ફેમિલીમાંથી આવેલી છે. જેમાં કોઈના પતિ દેવલોક પામ્યા છે તો કોઈનો દીકરો ગુમાવ્યો છે એ મહિલા કલાકારો વાસ્તવમા નવું જીવન જીવવા માટે સંઘર્ષ કરી રહ્યાં છે કોઈ નાટ્ય ક્ષેત્રે પીએચડી કરી રહ્યા છે તો કોઈ ડ્રામામા માસ્ટર્સ કરી રહી છે. કોઈ ઘર પરિવારની જવાબદારી સ્વીકારી નોકરી સાથે નાટકમા કામ કરી થિયેટર કરી રહી છે એવી મહિલાઓ નાટકમાં કામ કરી અભિનયના અજવાળા પાથરી રહી છે.
લેખક શામ પેટકર જણાવે છે કે વિદર્ભ મહારાષ્ટ્રમા 2000 જેટલાં ખેડૂતોએ આત્મહત્યા કરી છે. મહારાષ્ટ્રના 14 જિલ્લામા 28000 જેટલી એવી મહિલાઓ વિધવા થઈ છે જેની ઉંમર 28 ની આસપાસ છે. લગ્નની યુવા વયે વિધવા બનેલી મહિલાઓની અંદર છુપાયેલી આંસુની દર્દનાક કહાણી છે. હૃદયને સ્પર્શી જાય એવી વાત કરતા લેખકે સુંદર વાત કરતા જણાવ્યું છે કે બ્લડનુ ગ્રુપ હોય છે પણ અશ્રુનુ કોઈ ગ્રુપ હોતું નથી. તમારું બ્લડ મને ન લાગી શકે પણ મારા અશ્રુ તમને જરૂર સ્પર્શી જશે. દુઃખની વાત એ છે કે આંખના અશ્રુઓને કોમ્પ્યુટરમા ડાઉનલોડ નથી કરી શકાતા આવા સંવેદનશીલ વિષયને સ્પર્શતા નાટકને નર્મદા જિલ્લા પોલીસ વડાએ નાટક નિહાળ્યા બાદ નાટકની પ્રસંશા કરી સુંદર મરાઠી નાટકની પ્રસ્તુતિ માટે કલાકારો, લેખક, દિગંદર્શક ને અભિનંદન પાઠવ્યા હતા. તો જાણીતા પત્રકાર અને લેખક દીપક જગતાપે પણ પોતે મહારાષ્ટ્રીયન હોવાને નાતે પરિવાર સાથે મરાઠી નાટક નિહાળી અત્યંત સંવેદનશીલ વિષય ઉપર નાટકની સુંદર પ્રસ્તુતિ માટે સ્ટેજ પર આવી મરાઠી પ્રેક્ષક ગણ દ્વારા સ્ટેન્ડિંગ એવીએશન આપી નવ તાલીનું માન આપી સર્વે કલાકારોને અભિનંદન આપી કલાકારોનુ સાચું સન્માન કર્યું હતું.
જયારે ફેસ્ટીવલ ઇન્ચાર્જ ભાર્ગવ ઠક્કરે જણાવ્યું હતું રાષ્ટ્રીય નાટ્ય વિદ્યાલય દિલ્હી અને ગુજરાત સંગીતનાટક અકાદમીના સંયુક્ત ઉપક્રમે નર્મદામા એકતા નગર ખાતે વિશ્વ કક્ષાના નાટકોનો ફેસ્ટિવલ યોજાયો છે. જેમાં પહેલીવાર આવા નાટકો કેવડિયામા યોજાઈ રહ્યા છે જે જોવા મોટી સંખ્યામા પ્રેક્ષકો ઉમટી રહ્યા છે અને નાટકોનો આનંદ માણી રહ્યાં છે.
દીપક જગતાપ, રાજપીપલા