નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી 31 ઓક્ટોબર 2018 ના રોજ લોકાર્પણ કરવા આવ્યું હતું. સ્ટેચ્યુ ઓફ યુનિટી પર દેશ વિદેશ થી પ્રવાસીઓ રોજના આશરે 5 થી 6 હજાર આવે છે. દેશ વિદેશમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રખ્યાત છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની આસપાસ સુંદરતા જળવાઈ રહે એ માટે તંત્રએ ત્યાંના સ્થાનિક લોકોનો રોજગાર પહેલાથી જ લારી ગલ્લાઓ હટાવી દેવામાં આવ્યા હતા. હવે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર રાત્રે 7 થી 8 લેસર શો દરમ્યાન વાહનોના વાગતા હોર્નનાં લીધે સ્ટેચ્યુના પ્રવાસીને લેસર શો માં કોઈ ખલેલ ના પહોંચે એને ધ્યાનમાં રાખીને નર્મદા જિલ્લા કલેકટર એમ.આર કોઠારી કેવડીયા શ્રેષ્ઠ ભારત ભવનથી જંગલ સફારી વિસ્તારને સાયલન્સ ઝોન તરીકે જાહેર કરતું જાહેરનામું બહાર પાડ્યું છે.જેથી હવે પછી એ વિસ્તારમાં રાત્રે 7 વાગ્યાથી 8 વાગ્યાના 1 કલાક દરમ્યાન લેસર શો ચાલતો હશે ત્યાં સુધી કોઈ પણ વાહન ચાલક જો હોર્ન વગાડતો માલુમ પડશે એની સામે પોલીસ ફરિયાદ પણ થઈ શકે છે.આ જાહેરનામા બાબતે નર્મદા કલેક્ટરે પી.એસ.આઈ સહિત પી.આઈ કક્ષાના ઉચ્ચ અધિકારીઓને ફરિયાદ કરવા માટે અધિકૃત કર્યા છે.જેથી હવે પછી કોઈ પણ વ્યક્તિએ આ વિસ્તારમાં હોર્ન વગાડતા પહેલા 100 વાર વિચારવું પડશે,બાકી કાર્યવાહીનો ભોગ બનવા તૈયાર રહેવું પડશે.
રાજપીપળા, આરીફ જી કુરેશી