(વિશાલ મિસ્ત્રી રાજપીપળા)
રાજ્યસરકાર ફી નિયમનનો કાયદો બનાવી જાણે વાલિઓને મુર્ખ બનાવે તેવુ કામ કરી રહી છે.ફી નિયમન સામે FRC કમિટી મૂકી શાળાઓને મુદત આપી જાણે પકડ દાવ રમતા હોય એવો આક્ષેપ આજે કોંગ્રેસ કરી રહી છે.અને નિયમ પ્રમાણે ફી લેવા શાળાઓને સુચન કરો એવી માંગ સાથે કોંગ્રેસે નર્મદા જિલ્લા શિક્ષણાધિકારીને આવેદનપત્ર આપ્યું હતુ.
નર્મદા જીલ્લા કોંગ્રેસે જિલ્લા શિક્ષણાધિકારી ડો.નીપા પટેલને આવેદન આપી માંગ કરી કે જે સરકાર ફી નિયમનના નિર્ણય માટે મક્કમ બની રાજ્યની તમામ શાળાઓમા ફી નો રેશિયાનો અમલ કરાવે.નર્મદા જિલ્લામાં પણ બે થી ત્રણ શાળાઓ છે એમને પણ સરકાર ફી મુદ્દે સુચના આપે એ જરુરી છે.આ આવેદનપત્ર આપતી વેળાએ મધ્ય ગુજરાત કોંગ્રેસ પ્રભારી અને પ્રદેશ કોંગ્રેસ મંત્રી હરેશ વસાવા,જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રફુલ પટેલ,ઉપ પ્રમુખ જયંતિ વસાવા,બંધાકામ સમિતિ ચેરમેન દિનેશ તડવી,જિલ્લા પંચાયત પ્રમુખ રુચિકા વાસાવ,જીલ્લા મહિલા પ્રમુખ અંગિરા તડવી, તાલુકા મહિલા કોંગ્રેસ પ્રમુખ નિલમ વસાવા,યુથ કોંગ્રેસ પ્રમુખ વાસુદેવ વસાવા, વડીયા સરપંચ મહેશ રજવાડી,તિલકવાડા પ્રમુખ રાજુ ભિલ,મોઇન શેખ, સુમિત્રા રાઉલજી,રોશની વસાવા સહિત આગેવનો હાજર રહ્યા હતા.
આ બાબતે પ્રદેશ કોંગ્રેસ મંત્રી હરેશ વસાવાએ જણાવ્યુ હતુ કે સરકાર ફી નો કાયદો બનાવી વાલીઓને મુર્ખ બનાવી રહી છે.જો નિયમ બનાવ્યો છે તો છટક બારી રૂપે FRC કમિટી બનાવી છે.શૈક્ષણીક દુકાનો ખોલી બેઠેલા શિક્ષણના વેપારીઓને છ્ટકવા સરકાર આવા ખોખલા નિયમ બનાવે છે. બિચારા વાલીઓ શાળાઓ બહાર આંદોલનો કરે છે અને શિક્ષણના સંચાલકો તમાશો જુવે છે.પણ આવનારી 2019 મા ભાજપાની સરકારને રાજ્યના તમામ વાલીઓની હાય લાગશે અને ઘર ભેગા કરશે.