Proud of Gujarat
FeaturedGujaratINDIA

દેશ વિદેશના સહેલાણીઓ માટે એકતાનગરનું “આરોગ્ય વન” આકર્ષણનું કેન્દ્ર બન્યું

Share

એકતાનગર(કેવડિયા )સ્થિત સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે PM મોદીએ આરોગ્ય વન અને આરોગ્ય કુટીરનું લોકાર્પણ કર્યું હતું.તે આરોગ્યવન આજે પ્રવાસીઓ અને પ્રકૃતિપ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આ અંગે એકતા નગરખાતે નાયબ વન સંરક્ષક તરીકે સેવા બજાવી ચૂકેલા અને સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં ફૂલોની નગરી એવી વેલી ઓફ ફ્લાવર, એકતા નર્સરી, કેકેટ્સ ગાર્ડન, બટરફ્લાય ગાર્ડન અને છેલ્લે આરોગ્ય વન ઉભું કરવામાં જેમનો સિંહ ફાળો છે એવા કર્તવ્યનિષ્ઠ અધિકારી પ્રતીક પંડ્યાએ આ આરોગ્ય વન ઉભું કરવામાં ખૂબ જહેમત ઉઠાવી છે.

પ્રતીક પંડ્યાના જણાવ્યા અનુસાર આરોગ્ય વન 17 એકર જમીન પર તૈયાર કરાયું છે. આરોગ્ય વન અને આરોગ્ય કુટીર ખાતે મોટી સંખ્યામાં ઔષધિય છોડનો ઉછેર કરવામાં આવ્યો છે. 17 એકરમાં પથરાયેલું વિશાળ આરોગ્ય વન, 6 ગાર્ડનમાં 380 પ્રકારના 5 લાખ છોડ ઉછેરવામાં આવ્યા છે.

Advertisement

વિશાળ આરોગ્ય વનને ડ્રોનથી નિહાળવામાં આવે તોઆરોગ્ય વનમાં ગાર્ડન ઓફ કલર્સ, અરોમા ગાર્ડન, યોગ અને ધ્યાન ગાર્ડન જોવા મળશે. એ ઉપરાંત ઇન્ડોર પ્લાન્ટેશન વિભાગ, આયુર્વેદ ફૂડ શોપ અને ડિજિટલ ઇન્ફર્મેશન સેન્ટર પણ તૈયાર કેવડિયા સ્થિત સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે PM મોદીએ આજે આરોગ્ય વન અને આરોગ્ય કુટીરનું લોકાર્પણ કર્યું છે, જે પૈકી આરોગ્ય વન 17 એકર જમીન પર તૈયાર કરાયું છે. આરોગ્ય વન અને આરોગ્ય કુટીર ખાતે મોટી સંખ્યામાં ઔષધિય છોડનો ઉછેર કરવામાં આવ્યો છે.

આરોગ્ય વનમાં લોટસ પોન્ડ એટલે કે કમળ તળાવ તૈયાર કરાયું છે. વિવિધ પ્રકારનાં ગાર્ડનની સાથે ડિજિટલ ઇન્ફર્મેશન સેન્ટર બનાવ્યું છે. આરોગ્ય વનમાં વિવિધ પ્રકારનાં 6 ગાર્ડનમાં 380 પ્રકારના 5 લાખ છોડ ઉછેરવામાં આવ્યા છે. આ ઉપરાંત આરોગ્ય વનમાં લોટસ પોન્ડ, ગાર્ડન ઓફ કલર્સ, આલ્બા ગાર્ડન, લુટેઆ ગાર્ડન, અરોમા ગાર્ડન, યોગ અને ધ્યાન ગાર્ડન, ઇન્ડોર પ્લાન્ટેશન વિભાગ, ડિજિટલ ઇન્ફર્મેશન સેન્ટર, સોવિનિયર શોપ, આયુર્વેદ ફૂડ શોપ તૈયાર કરાયાં છે. એની સાથે આદિવાસી સંગીતની મજા પણ લઇ શકાય છે.

એ ઉપરાંત કેરળના ડોક્ટર અને નિષ્ણાત સ્ટાફ દ્વારા જુદી-જુદી નેચરો થેરપીનો પ્રવાસીઓને લાભ મળે છે. આરોગ્ય વનમાં તૈયાર કરાયેલા આરોગ્ય વેલનેસ સેન્ટરમાં કેરળના ડોક્ટર અને નિષ્ણાત સ્ટાફ દ્વારા જુદી-જુદી નેચરો થેરપીનો પ્રવાસીઓને લાભ મળે છે.આરોગ્ય વનમાં પ્રવાસીઓ શારીરિક સુખાકારી સાથે કુદરત સાથે તાદમ્ય પણ અનુભવે છે. આરોગ્ય વન કુદરતી પ્લાન્ટથી ભરપૂર છે અને સૌથી વધુ ઓક્સિજન આપે એવા પ્લાન્ટ્સ છે. અહીંના યોગ અને ધ્યાન ગાર્ડનમાં યોગ કરવાની ઉત્તમ જગ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે માનવે પ્રાગ ઐતિહાસિક સમયથી ઓષધીય વનસ્પતિના મહત્ત્વને સાકાર કર્યુ છે. આધુનિક તેમ જ આયુર્વેદ જેવી પરંપરાગત ઔષધીય પ્રણાલીઓનો આરોગ્ય સારવાર તેમજ માલિશ, કેટલીક ચોકકસ બીમારીના ઇલાજ અને નિવારક સારવાર માટે પ્રાચીન સમયથી ઉપયોગ થતો રહ્યો છે. આરોગ્ય વનના પ્રવેશદ્રારે સૂર્ય નમસ્કારના માનવકદના ૧૨ પોસ્ટર મુકવામાં આવ્યા છે. તંદુરસ્ત જીવન માટે દૈનિક જીવનમાં આચરણમાં મુકવાની આ કસરતો યોગનું મહત્ત્વ સમજાવે છે. રોજબરોજના જીવનમાં ઔષધીય વનસ્પતિના મહત્ત્વ અને તેની વિરાસતથી મુલાકાતીઓ પરિચિત થાય તે માટે ડીઝીટલ ઇન્ફોર્મેશન સેન્ટર પણ ઊભુ કરાયું છે

આરોગ્ય વન ખાતે અનોખુ આકર્ષણ છે ’’ઔષધ માનવ’’નું . આ આરામની મુદ્રામાં ત્રિપરિપાણમાં મહાકાય માનવ આકૃતિ છે. આ આકૃતિમાં દરેક માનવ અંગ લાભકારી ઔષધીય વનસ્પતિ સાથે દર્શાવવામાં આવ્યા છે. એટલે માનવ શરીરના ખાસ ભાગ પર સંબંધિત ઉપચારાત્મક વનસ્પતિઓ એ રીતે ઉગાડવામાં આવી છે જેથી મુલાકાતીને ખાસ માનવ અંગને ઉપયોગી ઔષધીય વનસ્પતિની જાણકારી મળી રહે.

આરોગ્ય વનમાં પાંચ ઉદ્યાન છે- 1)રંગોનું ઉદ્યાન, 2)અરોમા ઉદ્યાન,3) યોગ ઉદ્યાન, 4)એલ્બા ગાર્ડન અને 5)લેટીઆ ઉદ્યાન.
આંતરિક લેન્ડસ્કેપના મહત્વ વિષે જાગૃતિ ફેલાવવા ઇન્ડોર વનસ્પતિ વિભાગ પણ ઊભો કરવામાં આવ્યો છે. આંતરિક લેન્ડસ્કેપીંગ શાંત અને મોહક વાતાવરણ ઊભુ કરવામાં મોટી ભૂમિકા ભજવે છે. આવા વાતાવરણમાં વ્યકિત આરામથી ટહેલવા પ્રેરાય છે. આ ઉદ્યાનમાં થોડોક વિસ્તાર આચ્છાદિત કરવામાં આવ્યો છે.

એ ઉપરાંત પરંપરાગત સારવાર પ્રણાલીને તેના મુળભૂત સ્વરૂપમાં સમજવા અને તેને આબેહુબ આરોગ્ય વન ઊભું કરવા ગુજરાત વન વિભાગે કેરલના સાંધીગીરી આશ્રમનો સહકાર મેળવ્યો છે. સાંધીગીરી આશ્રમ ૬૦ કરતાં વધુ વર્ષથી આયુર્વેદ, સિદ્ધા અને યોગની પ્રાચીન સારવાર પ્રણાલી સાથે જોડાયેલું છે. આ ઉદ્યાનથી ભારત અને વિદેશના મુલાકાતીઓને આયુર્વેદ, સિદ્ધા પંચકર્મ, યોગ, મર્મ અને નેચરોપથિ આધારિત સર્વાંગી આરોગ્ય સંભાળ અંગેની જાણકારી પૂરી પાડી શકે છે. તો આવો, આરોગ્ય વન સાંથીગીરી સુખાકારી કેન્દ્ર ખાતે, નર્મદા કોતરોમાં આ આહલાદક વાતાવરણમાં સાચા પારંપરિક ઉપચારોનો અનુભવ માણી શકાય છે.

આરોગ્ય વનમાં સાંથીગીરી સુખાકારી કેન્દ્ર કે આરોગ્ય કુટિરમાં ધરા, સ્નેહપાનમ, સિરોવસ્તી, પિઝહીચીલ, ઉદાવર્થનમ, મર્મચિકિત્સા, નસ્યમ, કર્ણપુરાણમ, થારપાનમ, નજાવરરાકીઝ, હર્બલ સ્ટીમ બાથ, રસાયણચિકિત્સા, સ્પાઇનલ બાથ અને ઉપચારાત્મક માલિશ જેવા કેરલના લોકપ્રિય ઉપચારો પૂરા પાડવામાં આવ્યા છે. ઔષધીય ઉદ્યાન આરોગ્ય વનમાં વાગતું સંગીત મુલાકાતીઓને ઉષ્ણકટિબંધના જંગલોના વાતાવરણની અનુભૂતિ કરાવે છે.

દીપક જગતાપ, રાજપીપલા


Share

Related posts

વડોદરા : કરજણ પોલીસ સ્ટેશનની હદમાં જીન્દાલ કંપનીની પાસે બનેલી લૂંટનાં ગુનાનો ભેદ ગણતરીનાં દિવસોમાં વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઈમ બ્રાંચ પોલીસે ઉકેલી નાંખ્યો…

ProudOfGujarat

સુરેન્દ્રનગર : લખતર તાલુકામાં જ એશિયાનું સૌથી મોટું પમ્પીંગ સ્ટેશન હોવા છતાં લખતરની મહિલાઓ માથે બેડા ઉપાડી અડધા કિલોમીટર જઈ પાણી ભરવા મજબુર.

ProudOfGujarat

યાત્રાધામ સફાઈ અભિયાન અંતર્ગત ડાકોર ખાતે નાયબ મુખ્ય દંડક એ સફાઈ કરી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!