ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા એક એજેન્ટો નક્કી કરવામા આવેલ જેમા વિધાનસભા ક્ષેત્રના ડેડીયાપાડા અને સાગબારા તાલુકાના લોકો સાથે મહિનામા એક વખત જાહેર સંકલિત મિટિંગ રાખવામાં આવે જેને અનુલક્ષીને આજરોજ ડેડીયાપાડા તાલુકાના જનતા સાથે મહિનાના પહેલા સોમવારે મોઝદા ગામે નદી કિનારે આ સંકલિત મિટિંગનું આયોજન કરવામા આવ્યું.
સંકલિત મિટિંગ શા માટે તેનો હેતુ ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે હવેથી દર મહિનાના પહેલા સોમવારે જાહેર જનતાના જે કોઈ પણ પ્રશ્ન, સમસ્યાઓ હોઈ તે ધારાસભ્ય સમક્ષ રજૂઆત કરવા અને એના નિરાકરણ માટે પ્રયાસો કરવા અંગે નક્કી કરાયું છે અને સમાજને કઈ રીતે આર્થિક, સામાજિક, અને રાજકીય ક્ષેત્રે આગળ આવવું જેની ચર્ચાઓ થઇ હતી.
એ ઉપરાંત જનજાગૃતિની ચર્ચાઓ એટલે કે વ્યસનમુક્ત સમાજ કઈ રીતે બનાવવાનું, સામાજિક પ્રસંગોમા મોંઘા ખર્ચોથી કોઈ રીતે બચવુ,અંધશ્રદ્ધામાંથી બહાર નીકળી વિજ્ઞાન તરફ કઈ રીતે જવું. જેવી સામાજિક સમસ્યાઓ વિશે લોકોને માર્ગદર્શન આપી ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. તેમજ યુવાનો, બહેનોને સારુ પ્લેટફોર્મ મળે શિક્ષણનું સ્તર ઉંચુ આવે વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે ક્યાથી અને કેટલી સહાય મળે જેની માહિતી આપી કાયદાકીય જાગૃતિ આવે જેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
વધુમાં ખેડુતો મહિલાઓ, વિદ્યાર્થીઓ, નાના મોટા ધંધા વ્યવસાય ક્ષેત્રે જોડાયેલ લોકોને સારુ પ્લેટફોર્મ કોઈ રીતે મળે જેની ચર્ચાઓ પણ થઇ. તથા સરકારી યોજનાઓનો લાભ ક્યા ક્યાથી મળે અને કયા ક્યા લાભ મળવાપાત્ર છે સાથે દરેક ઘર સુધી કઈ રીતે યોજનાકીય લાભ પોહચે જેની ચર્ચા પણ થઇ. આ કાર્યક્રમમાં સમાજના આગેવાનો, સરપંચ, યુવાનો, બહેનો, ઉપસ્થિત રહ્યા હતા.
દીપક જગતાપ, રાજપીપલા