રાજપીપળાની રેંજર્સ ફોરેસ્ટ કોલેજના પ્રિન્સિપાલ ડૉ.કે રમેશ દ્વારા વડીયા પેલેસના મુખ્ય દરવાજા પાસે આજે દાનની દીવાલની શરૂઆત કરવામાં આવી છે.આ દીવાલનો મુખ્ય હેતુ દાન કરનાર પોતે બિન જરૂરી ચીઝ વસ્તુઓ મૂકી જાય અને જરૂરતમંદ ત્યાંથી પોતાની જરૂરિયાતની વસ્તુ લઇ જાય તે હેતુ રહેલો છે. આ બાબતે ગુજરાત રેંજર્સ ફોરેસ્ટ કોલેજના આચાર્ય ડૉ.કે રમેશે જણાવ્યું હતું કે આપણાં ધર્મમાં દાનનું ખૂબ મહત્વ છે અત્યારે શિયાળો ચાલી રહ્યો છે અને અમારી પાસે અહીંયા જગ્યા હતી અને આજે નવુંવર્ષ શરૂ થયું ત્યારે એક સારો વિચાર આવ્યો કે કોઇ ક નું ભલું થાય ત્યારે આ અભિગમ સાથે આજે આ દાનની દીવાલની શરૂઆત કરવામાં આવી છે. અહીંયા દાની અને દાન લેનાર બંને ગુપ્ત રહે છે. ઉપરાંત લોકોને પોતાની પાસે રહેલી વધારાની વસ્તુઓ આ દાનની દીવાલમાં મુકવા અનુરોધ કર્યો હતો.
રાજપીપળા, આરીફ જી કુરેશી
Advertisement