નર્મદા જિલ્લામાં ૩૫૦ થી વધુ એચઆઇવી પીડિતો છે એ પૈકી મોટા ભાગના મઘ્યમ અને ગરીબ વર્ગના હોય તેમને અવારનવાર અલગ અલગ તહેવારો અનુરૂપ વસ્તુઓ ભેટ આપવામાં આવે છે જ્યારે સમયાંતરે પોષક તત્વોવાળી ન્યુટ્રિશિયન કીટ પણ અપાય છે અને આ તમામ વસ્તુઓ અલગ અલગ સંસ્થાઓ કે બીજા દાતાઓ દ્વારા અપાતી હોય બુધવારે રાજપીપળા સિવિલનાં લિંક એઆરટી સેન્ટર ખાતે બર્ક ફાઉન્ડેશન નામની સેવાભાવી સંસ્થા દ્વારા ૩૦ જેવા એચઆઇવી પીડિતોને ન્યુટ્રિશિયન કીટ આપવામાં આવી હતી.
આ કીટ વિતરણ કાર્યક્રમમાં ઇન્ચાર્જ સિવિલ સર્જન ડો.કોઠારી, મેડિકલ ઓફિસર ડો.રાજકુમાર ભગત, ક્ષય વિભાગમાંથી ગુંજનભાઈ મલાવિયા (District DRTB & TB HIV Co.Ordinator), સ્વેતના પ્રોજેક્ટનાં પ્રોગ્રામ ઓફિસર ઋષિકેશભાઇ પંડ્યા સાથે મુખ્ય દાતા તરીકે બર્ક ફાઉન્ડેશનનાં જ્યોર્જભાઇ બર્ક સાથે તેમની ટીમના સભ્યો, એ.આર. ટી સેન્ટર નાં મેડિકલ ઓફિસર ડો.પ્રેરક આનંદ, કાઉન્સિલર જીગ્નેશભાઈ પરમાર, સિસ્ટર નીલમબેન વસાવા, લેબ.ટેક.ખુબીબેન ભટ્ટ, આઇ.સી.ટી. સી.કાઉન્સિલર સંદીપભાઈ પટેલનાં હસ્તે કીટ વિતરણ કરવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમનું નર્મદા જિલ્લાના વિહાન પ્રોજેક્ટના હેલ્થ પ્રમોટર ગીતાબેન પટેલ, જયંતિભાઈ વસાવા તથા નર્મદા જિલ્લા સ્વેતના પ્રોજેક્ટના ફિલ્ડ કોર્ડીનેટર હેતલબેન ખત્રી દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
દીપક જગતાપ, રાજપીપલા