નર્મદા જિલ્લાનાં ભીલવશી ગામથી ખેરનાં લાકડાની ચોરી ગોરારેન્જનાં વન વિભાગે ઝડપી પાડ્યો છે. રેવન્યું સર્વે નંબરમાં ગેરકાયદેસર રીતે ખેરનાં અનામત વૃક્ષો કાપી જઈ ચોરી કરેલ ૦.૧૩૩ ઘનમીટર કિંમત રૂ.૧૯૫૦૦ નો મુદ્દામાલ વન વિભાગે કબજે લઈ ગોરા રેંજ ફોરેસ્ટર ઓફિસર વિરેન્દ્રસિંહ ઘરીયાએ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વિરેન્દ્રસિંહ ઘરીયાનાં જણાવ્યા અનુસાર ગત રાત્રે તારીખે ૦૩/૦૨/૨૦૨૩ નાં રોજ રાત્રે પેટ્રોલીંગ દરમ્યાન ગોરા રેંજ ફોરેસ્ટર ઓફિસર વિરેન્દ્રસિંહ ઘરીયા તથા ગોરા રાઉન્ડનો સ્ટાફ પ્રકાશચંદ્ર તડવી રાઉન્ડ ફોરેસ્ટર તથા યતિષભાઈ તડવી, સંજયભાઈ બારીયા વનરક્ષક અને રોજમદાર વાસુદેવભાઈ, ભાનુભાઈ, મનહરભાઈ નાઈટ પેટ્રોલીંગ દરમ્યાન ના.વ.સં. રામ રતન નાલા નાં માર્ગદર્શન હેઠળ રેંજ ફોરેસ્ટ ઓફિસર વિરેન્દ્રસિંહજી ઘરીયા એ બાતમીના આધારે રાત્રીનાં ૧૧:૩૦ કલાકે કંમ્પાર્ટમેન્ટ – ૪૯ ભીલવશી ગામે રેવન્યું સર્વે નંબરમાં ગેરકાયદેસર રીતે ખેરનાં અનામત વૃક્ષો કાપી તેનું ઘડતર કામ કરી કાથાની ફેક્ટરી સુધી પહોચાડવાના આશયે ખેરનાં લાકડાની ચોરી કરેલ જે અંદાજીત ૦.૧૩૩ ઘ.મી અને ૧૯૫૦૦ રૂ/. બજાર કિંમત થાય છે. જેનો ગુન્હો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરેલ છે અને ગુન્હેગારો અંધારાનો લાભ લઈ ભાગી ગયેલ છે જેને શોધી કાઢવા માટે અલગ ટીમ બનાવી ચક્ર ગતિમાન કરેલ છે અને તપાસ ચાલુ છે.
દીપક જગતાપ, રાજપીપલા