બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સીટી-રાજપીપલા સંચાલિત વિદ્યાશાખાઓ સ્કૂલ ઓફ આર્ટસ, સ્કૂલ ઓફ કોમર્સ અને સ્કૂલ ઓફ સાયન્સ દ્વારા તા.૨ જી ફેબ્રુઆરી-૨૦૨૩ ના રોજ વિશ્વ આર્દ્રભૂમિ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સ્કૂલ ઓફ સાયન્સના કૉ-ઓર્ડીનેટર ડૉ. દેવેન્દ્રકુમાર એ. સોલંકી, અને પ્રા. શ્રીકાંત મકવાણા દ્વારા સમગ્ર કાર્યકમની રૂપરેખા તૈયાર કરવામાં આવેલ હતી. આ કાર્યકમમાં મુખ્ય વક્તા તરીકે ડૉ. જિગ્નેશભાઈ ડાભી, મત્સ્યોધ્યોગ અધિકારી, રાજપીપળા નર્મદા દ્વારા “આર્દ્રભૂમિ- સંવર્ધન અને સંરક્ષણ” તથા “નર્મદા જિલ્લામાં મત્સ્યોધ્યોગ” વિષય પર ખૂબ જ રસપ્રદ અને માહિતીસભર વ્યાખ્યાન આપ્યું હતું.
આ જ વિષયને અનુલક્ષીને સ્કૂલ ઓફ સાયન્સના કૉ-ઓર્ડીનેટર ડૉ. દેવેન્દ્રકુમાર એ. સોલંકી દ્વારા “આર્દ્રભૂમિના પક્ષીઓ અને તેમનું સંરક્ષણ ” વિષય પર ડોક્યૂમેન્ટરી રજૂ કરવામાં આવી હતી. આ પ્રસંગે કેમ્પસ કો-ઑર્ડીનેટર ડૉ. પ્રકાશચંદ્ર જોષી, કેશવ વિનાયકરાવ આણેરાવ, જિતેન્દ્રસિંહ ગોહિલ અને સમગ્ર સ્ટાફએ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
કાર્યક્રમના બીજા તબક્કામાં આર્દ્રભૂમિના પક્ષીઓની ચિત્રસ્પર્ધા અને રામસર સાઇટ્સની પોસ્ટર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કુલ ૫૫ જેટલા વિધ્યાર્થી ભાઈ-બહેનોએ ઉત્સાહ સાથે ભાગ લીધો હતો. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન સ્કૂલ ઓફ સાયન્સના પ્રાણીશાસ્ત્ર વિષયના પ્રા.શ્રીકાંત મકવાણા દ્વારા કરવામાં આવ્યું હતું.
દીપક જગતાપ, રાજપીપલા