Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળા : વડિયા જકાતનાકાથી દેવનારાયણ સોસાયટીને જોડતા રોડનું ભૂમિપૂજન સાથે ખાતમુહૂર્ત કરાયું.

Share

મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ નાંદોદના ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખના હસ્તે અંદાજે રૂ. ૫૦ લાખના ખર્ચે નિર્માણાધિન વડિયા જકાતનાકાથી દેવનારાયણ સોસાયટીને જોડતા રોડનું ભૂમિપૂજન સાથે ખાતમુહૂર્ત કરતા ગ્રામજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. આ માર્ગના નિર્માણ થકી હવે વડીયા, કરાઠા, થરી, લાછરસ વગેરે ગામોને આવાગમન માટે વધુ લાભ મળશે.

વડિયા રોડના ખાતમુહૂર્ત પ્રસંગે ધારાસભ્ય ડો. દેશમુખે જણાવ્યું હતું કે, આઝાદીના ૭૫ વર્ષની ઉજવણી પ્રસંગે સરકાર દ્વારા થઈ રહેલા અનેકવિધ વિકાસના કામોનો લ્હાવો લોકોને મળ્યો છે. આજરોજ પ્રજાના હિતમાં રૂ. ૫૦ લાખના ખર્ચે મંજૂર થયેલા માર્ગ ગ્રામજનો માટે ખુબ ઉપયોગી નિવડશે. સરકાર સાથે પ્રજાજનોની ઉત્સાહભેર ભાગીદારી વિસ્તાર સહિત જિલ્લાના વિકાસની ગતિને વધુ વેગવાન બનાવશે, તેમ જણાવતા ડો. દેશમુખે સરકાર દ્વારા થતા વિકાસલક્ષી કાર્યોમાં લોકોને ઉત્સાહભેર ભાગીદારી નોંધાવવા અપીલ કરી હતી. વધુમાં કોઈ પણ કારણોસર ઉભી થતી સમસ્યા કે પ્રશ્નોનું સંપૂર્ણપણે નિરાકરણ લાવવા માટે ગ્રામજનોને વિશ્વાસ અપાવ્યો હતો.

આ ખાતમુહૂર્ત વેળાએ ધારીખેડા સુગર ફેક્ટરી અને દૂધધારા ડેરીના ચેરમેનઘનશ્યામભાઈ પટેલે પણ પોતાના સંબોધન દરમિયાન, સરકાર દ્વારા નિર્મિત સંપૂર્ણ મિલકત એ આપણી જ વિરાસત છે, તેમ લોકોમાં સમજ કેળવીને પોતાની જવાબદારીઓ અદા કરવા અંગે અપીલ કરી હતી. વધુમાં તેઓએ વિસ્તારના બાકી રહેલા તમામ કામોને સત્વરે પૂર્ણ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, નાંદોદના વડિયા ખાતે થઈ રહેલા નિર્માણાધિન રોડથી ૩૨ સોસાયટીઓના લોકોને મદદરૂપ થશે. ખરેખર સરકારની સાથે પ્રજાની પણ સહભાગીતા ગામના વિકાસ માટે ખુબ જ જરૂરી છે. આજરોજ ધારાસભ્યના હસ્તે થયેલા રોડના ભૂમિપૂજન અને ખાતમુહૂર્તથી લોકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.

Advertisement

દીપક જગતાપ, રાજપીપલા


Share

Related posts

ઝઘડીયા તાલુકામાં વરસાદના આગમનથી ઉકળાટમાં રાહત અનુભવાઇ.

ProudOfGujarat

રાજપીપળા નગર પાલીકા સહીત સમગ્ર ગુજરાતના વાલ્મિકી સફાઈ કામદારોની 5 માર્ચથી હડતાલની ચીમકી…

ProudOfGujarat

ભરૂચ-અામોદ પોલીસે ચોરીના કેમિકલ સાથે બે શખ્સોને ઝડપી પાડ્યાં..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!