હાલ નર્મદામા ઉતરાણ પર્વ નજીક આવી રહ્યું છે ગળા કાપનાર પ્લાસ્ટિકની દોરી ઘાતક હોઈ આવી ચાઇનીઝ દોરીના વેચાણ પણ પ્રતિબંધ હોવા છતાં કેટલાક લેભાગુ વેપારીઓ પૈસા કમાવવાની લાલચે પાછલે બારણેથી ગેરકાયદેસર રીતે પ્લાસ્ટિકની દોરીનું વેચાણ કરતા હોય છે. આ અંગે જાહેનામું બહાર પાડી ચાઇનીઝ દોરીના વેચાણ પર પ્રતિબંધ હોવા છતાં ગેરકાયદે વેચાણ કરનારા ઈસમો સામે નર્મદા પોલીસે લાલ આંખ કરી હોઈ સઘન ચેકીંગ કરતા કેસો રાજપીપલા પોલીસ કરી આવા લેભાગુ વેપારીઓ સામે કેસો કરી આવા વેપારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરી રહી છે ત્યારે હવે ઉતરાણ પર્વને આડે બે જ દિવસ બાકી રહ્યા છે ત્યારે નર્મદા પોલીસ પતંગ પ્રેમીઓ આ ચાઇનીઝ દોરી ના ખરીદે, પક્ષીઓ અને માનવીના ગળા ના કપાય તે માટે જાગૃતિના ભાગરૂપે નર્મદા પોલીસવાન પતંગ બજારમા જઈને માઈક દ્વારા આવી ઘાતક દોરી ન ખરીદવા અને વેચાણ કરનાર વેપારીઓને પકડવામાં પોલીસને મદદ કરવા જાહેર ચેતવણી પણ આપી રહી છે અને પોલીસે આવી ચીમકી પણ આપી છે કે જાહેરનામાનો ભંગ કરનાર આવા વેપારીઓ સામે પોલીસ કાયદેસરની કાર્યવાહી કરશે.
દીપક જગતાપ, રાજપીપલા