Proud of Gujarat
FeaturedGujaratINDIA

સ્ત્રી અધ્યાપન મંદિર, રાજપીપલાની તાલીમાર્થી રાજ્ય કક્ષાએ યોગાસન સ્પર્ધામાં પ્રથમ આવી

Share

તાજેતરમાં જી સી ઈ આર ટી, ગાંધીનગર દ્વારા પ્રેરિત અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, રાજપીપળા આયોજિત ગુજરાત રાજ્ય કક્ષાનો રમતોત્સવ રાજપીપલામા છોટુભાઈ પુરાણી વ્યાયામ વિધાલય ખાતે યોજાઇ ગયો. આ રમતોત્સવમાં સ્ત્રી અધ્યાપન મંદિર, રાજપીપલાની પ્રથમ વર્ષની તાલીમાર્થી વસાવા ભૂમિકા નટવરભાઈએ યોગાસન વિભાગમાં રાજ્ય કક્ષાએ પ્રથમ નંબર મેળવી પરિવારનું તેમજ પીટીસી કોલેજનું નામ ઉજ્જવળ કર્યું હતું.

આ પ્રસંગે કોલેજના સ્ટાફ અને આચાર્ય સી.વી. વસાવાએ વસાવા ભૂમિકાબેન ને અભિનંદન આપી તેમને કરેલી યોગની પ્રેકટીશને બિરદાવી હતી સાથે સાથે તેમના કોચે આપેલ માર્ગદર્શનને પણ આભાર સાથે બિરદાવ્યુ હતું. રાજ્ય કક્ષાની આ રમતમાં કોલેજની દ્વિતીય વર્ષની તાલીમાર્થી નેત્રા લલિતભાઈ પટેલે દિવ્યાંગ કેટેગરીમાં ચક્રફેંકમાં તૃતીય નંબર મેળવ્યો હતો. તેમજ અધ્યપક વિભાગમાં ભાવનાબેન ભગતે ચક્રફેંક વિભાગમાં સમગ્ર ગુજરાત કક્ષાએ પ્રથમ નંબર અને શા.કે. શિક્ષક દિલિપ પટેલે ગોળાફેંકમાં ગુજરાત કક્ષાએ દ્વિતીય અને ટેબલ ટેનિશમાં તૃતીય સ્થાન મેળવ્યું હતું. આ રમતોત્સવમાં ગુજરાતની ડી.એલ.એડ. અને બી.એડ.ના તાલીમાર્થીઓ અને અધ્યાપક ભાઈ – બહેનોએ મોટી સંખ્યામાં ભાગ લીધેલ.

Advertisement

દીપક જગતાપ, રાજપીપલા


Share

Related posts

લીંબડી શ્રી જી.એસ. કુમાર વિદ્યાલય ખાતે મેરી મિટ્ટી મેરા દેશ કાર્યક્રમ અંતર્ગત કાર્યક્રમ યોજાયો

ProudOfGujarat

આવતીકાલે તારીખ ૨૮-૦૪-૧૯ ના રોજ જુનિયર ચેમ્બર ઇન્ટરનેશનલ ભરૂચ અને ભરૂચ જુનિયર ચેમ્બર વેલ્ફેર ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવશે.

ProudOfGujarat

લીંબડી તાલુકાના પરનાળા ગામે મારામારીમાં 3 લોકો ઈજાગ્રસ્ત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!