કાંત કેલીફોનિયા, મધુબેન ઉકાભાઈ પટેલ સાર્વજનિક ટ્રસ્ટ, ડો. નીતિન તથા બીના અંબાણી,નર્મદા સુગર ફેક્ટરી અને અને કોમ્યુનિટી સેન્ટર અશોકભાઈ અને દિવાળીબેન પટેલ, પટેલ ટ્રસ્ટના સંયુકત ઉપક્રમે ધારીખેડા ખાતે સર્વરોગ નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો. મેડિકલ કેમ્પમાં ખાસ કરી સામાન્ય વાયરલ રોગના દર્દીઓ હાડકાના, સ્ત્રી રોગના, કાન, નાક, ગળા સહીત રોગોના સ્પેશિયાલિસ્ટ તબીબો દ્વારા નિદાન કરવામાં આવ્યું હતું.
દિવસ દરમ્યાન 13 જેટલા તબીબોએ 1470 થી વધુ દર્દીઓનું નિઃશુલ્ક નિદાન કરી દવા પણ નિઃશુલ્ક આપવામાં આવી હતી.
આ પ્રસંગે સુગરના ચેરમેન ઘનશ્યામ પટેલ, સેન્ટર અને કોમ્યુનિટી કેલીફોર્નિયાના ડાયરેકટર ડૉ.નિતિન શાહ સહીતના મહેમાનોના હસ્તે કેમ્પને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. નર્મદા જિલ્લામાં આદિવાસી સમાજની વસતી વધારે છે ત્યારે ધારીખેડા ખાતે યોજાયેલો કેમ્પ ગરીબ દર્દીઓ માટે મહત્વનો બની રહયો હતો. વિવિધ બિમારીઓથી પીડાતા દર્દીઓએ કેમ્પમાં આવી નિષ્ણાંત તબીબો પાસે તેમનો ઇલાજ કરાવ્યો હતો. દર્દીઓને વિનામુલ્યે દવાઓ પણ આપવામાં આવી હતી.
દીપક જગતાપ, રાજપીપલા
નર્મદા સુગર ધારીખેડા ખાતે સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો.
Advertisement