Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળા : ગેરકાયદેસર દેશી હાથ બનાવટની બંદુક સાથે એક ઈસમને ઝડપી પાડતી એસ.ઓ.જી.નર્મદા

Share

નાંદોદ તાલુકાના ગાગર ગામેથી ઘરનાં વાડામાંથી ગેરકાયદેસર દેશી હાથ બનાવટની બંદુક મળી આવી છે. આ ગુનામાં સંડોવાયેલ એક ઈસમને
એસ.ઓ.જી.નર્મદા પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર પ્રશાંત સુંબે પોલીસ અધિક્ષક નર્મદા દ્વારા જીલ્લામાં એસ.ઓ.જી. નાં ચાર્ટર મુજબની કામગીરી કરવા તેમજ ગેરકાયદેસર હથિયાર રાખતા વેચાણ ઇસમો શોધી કાઢી આવા ગે.કા. હથિયાર ધરાવતા ઈસમો વિરૂધ્ધ કાયદેસર જરૂરી કાર્યવાહી તેમજ આ પ્રકારે ચાલતી અસામાજીક પ્રવૃતિઓને સંપૂર્ણપણે નેસ્ત નાબુદ કરવા માર્ગદર્શન અને સુચના આપેલ. જે અંગે પરીણામલક્ષી કામગીરી કરવા મળેલ બાતમી આધારે એચ.કે.મકવાણા પોલીસ ઇન્સ્પેક્ટર એસ.ઓ.જી. તથા એસ.ઓ.જી. સ્ટાફના માણસોએ કમલેશભાઇ કાલીદાસ વસાવા રહે.ગાગર, તા.નાંદોદના
કબજા ભોગવટાનાં રહેણાંક ઘરનાં વાડામાં એક જગ્યા પરથી એક દેશી હાથ બનાવટની સીંગલ બેરલ બંદુક કિ.રૂ.૧૦૦૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આમલેથા પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ મુજબનો ગુનો રજીસ્ટર કરાવી કાયદેસર કાર્યવાહી કરેલ છે.

Advertisement

દીપક જગતાપ, રાજપીપલા


Share

Related posts

છોટાઉદેપુર જિલ્લામાં સરપંચ પદના ૯૨૨ અને સભ્ય પદ માટે 3855 ઉમેદવારો મેદાનમાં.

ProudOfGujarat

નડિયાદનાં કપડવંજમાં વાવાઝોડાના કારણે ઉડેલું પતરૂ એક વ્યક્તિને વાગતા ગંભીર ઈજા પહોંચી

ProudOfGujarat

ભારત સહિત વિશ્વના 110 દેશો ખાતે કોરોના વેક્સિનેશન જાગૃતિ અંગેની ઝી-20 સમિટમાં રાજપીપળાનાં યુવરાજ માનવેન્દ્રસિંહ ભાગ લેશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!