રાજપીપળા રામગઢને જોડતો પુલ ચોથી વખત ક્ષતિગ્રસ્ત થતા તેનું હાલ યુદ્ધના ધોરણે સમારકામ હાથ ધરાઈ રહ્યું છે. વચ્ચેથી બેસી ગયેલા પુલના લેવલને સરખું કરવાનું સમારકામ યુદ્ધના ધોરણે છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહ્યું છે.
તા.4.11. 22 થી 1. 11. 23 સુધીક્ષતિગ્રસ્ત પુલનું સમારકામ કરવા અંગે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે જાહેરનામુ બહાર પાડેલું હોય હાલ યુદ્ધના ધોરણે સમારકામ ચાલી રહ્યું છે. હાલ કામ ચાલતું હોવાથી આ રૂટનો ડાઈવરજન આપવામા આવેલ છે. અને પુલ બંધ કરવામાં આવેલ છે. આમ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હોવા છતાં પુલ ઉપરથી લોકોને અવરજ્વર ચાલુ રહી છે! આ પુલ વચ્ચેથી બેસી પડતા તેમાં મોટી ફાટ પડેલી જણાય છે અને તેનું લેવલ સરખું કરવા નીચેથી નવું ફાઉન્ડેશન ઊભું કરીને સમારકામ થઈ રહ્યું છે. જોકે ચોથી વખત આ પુલનું સમારકામ થઈ રહ્યું હોય આ પુલના તકલાદી કામોની પોલ બહાર પડી ગઈ છે. તેની ઉપર ઢાંક પીછોડો કરવાનો હાલ પ્રયાસ થઈ રહ્યો છે. આ પુલ ઉપરથી જોતા બે સ્લેબ વચ્ચે એક ફૂટ જેટલો ગેપ જણાય છે તેને પુરવાનું કામ ચાલી રહ્યું છે. આ પુલનું સત્વરે સમારકામ પૂરું થાય અને લોકો માટે આ પુલ ફરી એકવાર પ્રજા માટે ખુલ્લો મુકવામાં આવે એવી પ્રજાની માંગ છે.
દીપક જગતાપ, રાજપીપલા
રાજપીપળા રામગઢના ક્ષતિગ્રસ્ત પુલનું યુદ્ધના ધોરણે થઈ રહેલું સમારકામ
Advertisement