ખેતી માત્ર ખેતરમા જ થઈ શકે કે શાકભાજી કે ફ્ળો માત્ર વાડીમાં જ થઈ શકે એવુ નથી હોતું. પણ એ વાતને રાજપીપલાના જાણીતા પત્રકાર, વિજ્ઞાન લેખક અને નિવૃત્ત વિજ્ઞાન શિક્ષક, આચાર્ય દીપક જગતાપ પોતે વિજ્ઞાનના માણસ હોવાથી તેમણે નિવૃત્તિ પછી ટેરેસ ગાર્ડનની સરસ પ્રવૃતિ શરૂ કરી છે. પોતાના ઘરે જ ટેરેસ ગાર્ડનમા તમામ પ્રકારની ઓર્ગેનિક ખાતર ઉપરાંત વર્મી કંપોસ્ટ, છાણીયુ ખાતર તેમજ લીકવીડ ઓર્ગેનિક ખાતરનો ઉપયોગ કરીને વિવિધ પ્રકારની શાકભાજી ઉગાડી છે. જેમાં દૂધી, કાકડી, મરચા, ભીંડા, કારેલા અને પાલખની ભાજી, પત્તરવેલીના પાન, લીલા ઘાણા, મરચા, પેપ્સિકમ, ટામેટા, રીંગણ, ગલકા, તુવેર, મકાઈ, દૂધી, મેથી, નગરવેલના પાન પણ ઉગાડ્યાં છે.
સોસીયલ મીડિયામા તાજી શાકભાજી ઉતારતો વિડિઓ જોઈને ઘણા લોકો આ ટેરેસ ગાર્ડનની પ્રવૃતિઓ જોઈને પ્રભાવી થયાં છે. ખાસ કરીને કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વડા અને વરિષ્ઠ વૈજ્ઞાનિક ડો.પ્રમોદકુમાર વર્મા અને રાજ્યના શ્રેષ્ઠ ગૌપશુપાલક અને સજીવ ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂત રાજેશ વસાવાએ દીપક જગતાપના ટેરેસ ગાર્ડનની મુલાકાત લીધી હતી. બન્ને ત્રીજી વારની મુલાકાત લીધી હતી અને કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વડા અને વરિષ્ઠ વૈજ્ઞાનિક ડો.પ્રમોદકુમાર વર્માએ જરૂરી માર્ગદર્શન અને સર્ટિફાઈડ બિયારણ ખાતર પૂરું પાડી ટેરેસ પર પણ ઉત્તમ રીતે શાકભાજી કેવી સરસ રીતે ઉગાડી શકાય તેનું ઉદાહરણ લોકો સમક્ષ મૂકી દીપક જગતાપની જેમ અન્ય લોકોને પણ પ્રેરણા લેવા અનુરોધ કર્યો હતો અને અભિનંદન પણ પાઠવ્યા હતા. રાજેશ વસાવાએ પણ અવારનવાર મુલાકાત લઈ યોગ્ય માર્ગદર્શન પૂરું પાડી ગીર ગાયનું છાણીયુ ખાતર, જીવામૃત ઓર્ગેનિક ખાતર પૂરું પાડી તેમના માર્ગદર્શનથી સફળ સજીવ ખેતીના ઉત્તમ પરિણામો દીપક જગતાપ દંપત્તિએ મેળવ્યા હોવાનું જણાવ્યું હતું.
દીપક જગતાપ, રાજપીપલા
રાજપીપલા ખાતે પત્રકાર અને વિજ્ઞાન લેખક દીપક જગતાપના ટેરેસ ગાર્ડનની મુલાકાત લેતા કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વડા અને વૈજ્ઞાનિક ડો.પ્રમોદકુમાર વર્મા
Advertisement