Proud of Gujarat
INDIAFeaturedGujarat

રાજપીપલામાં એક દિવસીય આયુષ મેળો અને આયુષ નિદાન સારવાર કેમ્પ યોજાયો.

Share

ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના નિયામક આયુષની કચેરી-ગાંધીનગર તથા નર્મદા જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુના માર્ગદર્શન હેઠળ જિલ્લા પંચાયતની આયુર્વેદ શાખા તથા સરકારી આયુર્વેદ હોસ્પિટલ રાજપીપલા દ્વારા આજરોજ નર્મદા જિલ્લા પંચાયતના પ્રમુખ પર્યુષાબેન વસાવાની અધ્યક્ષતા અને નાંદોદના ધારાસભ્ય ડૉ.દર્શનાબેન દેશમુખની ઉપસ્થિતિમાં રાજપીપલાની અંબુભાઈ પુરાણી હાઈસ્કૂલના મેદાનમાં આયુષ મેળો અને આયુષ નિદાન સારવાર કેમ્પ યોજાયો હતો. આ મેળામાં આયુર્વેદને લગતી અને તેની ચિકિત્સા પધ્ધતિ અંગે સમજ આપતા વિવિધ ૯ જેટલાં સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા. અહીં ઓ.પી.ડી. સહિત દવાઓના વિતરણ અને આયુર્વેદિક ચિકિત્સા પધ્ધતિથી નિષ્ણાંત તબીબો ધ્વારા નિદાન અને સારવાર કરવામાં આવી હતી.

આયુષ મેળાના ઉદધાટન પ્રસંગેનાંદોદના ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખે પોતાના ઉદબોધનમાં જણાવ્યું હતું કે, આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિ ભારતીય સંસ્કૃતિમાં વણાયેલી છે. જે સર્વશ્રેષ્ઠ પદ્ધતિ છે. જ્યારે એલોપેથિનો જમાનો નહોતો ત્યારે પણ ભારતીય સભ્યતામાં આયુર્વેદનું અનેક ઘણુ મહત્વ હતું. આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિથી રોગોનો જડમૂળથી નાશ કરવામાં આવતો હતો. જે લાંબાગાળે સારો ફાયદો કરાવે છે. વધુમાં તેમણે ઉમેર્યું કે, નર્મદા જિલ્લો એક એવું સ્થળ છે જે વનરાજીઓથી આચ્છાદિત અને આયુર્વેદિક ઔષધિઓથી ભરપુર છે. આપણાં જંગલોમાંથી અનેક એવી જડીબુટ્ટીઓ મળી આવે છે જેનાથી આપણે રોગોને જડમૂળથી નાશ કરી શકીએ છીએ. રાજપીપલાની સરકારી આયુર્વેદિક ફાર્મસી દ્વારા જે દવાઓનું ઉત્પાદન કરવામાં આવે છે તેના થકી આજે ગુજરાતના આશરે ૫૬૦ જેટલાં દવાખાનાઓમાં આ દવાઓ પુરી પાડવામાં આવે છે, જે આપણા માટે ગૌરવની બાબત છે. આયુર્વેદિક દવાઓના ઉપયોગ થકી આપણા જીવનને સારું અને તંદુરસ્ત બનાવીએ તેવી સૌને અપીલ પણ કરી હતી.

જિલ્લા પંચાયતના પ્રમુખ પર્યુષાબેન વસાવાએ પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે, હર દિન હર ઘર આયુર્વેદ અંતર્ગત સમગ્ર રાજ્યમાં આયુષ મેળા થઈ રહ્યાં છે, જેના ભાગરૂપે નર્મદા જિલ્લામાં પણ આયુષ મેળો યોજાયો છે. અગાઉ આપણે જોયું છે તેમ કોરોનાકાળ દરમિયાન આયુર્વેદને ખૂબ મહત્વ અપાયું હતું જેને આપણે સૌએ જાણ્યું છે અને લ્હાવો પણ લીધો છે. હાલમાં આપણે ત્યાં પણ ૯ જેટલાં હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરો કાર્યરત છે. જેનો પણ નાગરિકોને લાભ લેવા અનુરોધ કર્યો હતો.આ આયુષ મેળામાં ઔષધીય વનસ્પતિ ચાર્ટ પ્રદર્શન, રસોડાની ઔષધીનું ચાર્ટ પ્રદર્શન, યોગા નિદર્શન, પંચકર્મ નિદર્શન તથા આયુર્વેદ હોમિયોપેથી નિદાન ચિકિત્સા સારવાર વિનામૂલ્યે આપવામાં આવશે. આયુષ મેળામાં વિશેષ રૂપે નિષ્ણાંતો દ્વારા પંચકર્મ સારવાર, સાંધા-મણકાના દુઃખાવામાં અગ્નિકર્મ સારવાર, સ્ત્રી-રોગ, બાળરોગ નિષ્ણાંતો દ્વારા સારવાર, ગર્ભસંસ્કાર અંગે માર્ગદર્શન તથા સ્વસ્થ જીવનશૈલી અંગે અનુભવી નિષ્ણાંતો દ્વારા જરૂરી માર્ગદર્શન પુરૂં પાડવામાં આવશે. જેમાં નાડી પરીક્ષણ, પ્રકૃતિ પરીક્ષણ તથા ડાયાબિટીસ, બ્લડપ્રેશર જેવા રોગોની પણ સારવાર કરવામાં આવશે.

દીપક જગતાપ, રાજપીપલા

Advertisement

Share

Related posts

વાંકલ : જિલ્લાફેર બદલીમાં આવનાર શિક્ષક જોગ.

ProudOfGujarat

નેત્રંગના શણકોઇ ગામમાં પોલીસે જુગારધામ પર દરોડો પાડી ૪ આરોપીઓની કરી અટકાયત.

ProudOfGujarat

અભિનેત્રી ઉર્વશી રૌતેલાએ લક્ઝુરિયસ ફર્સ્ટ ક્લાસ કમ્પાર્ટમેન્ટમાં મુસાફરી કરતી જોવા મળી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!