રાજપીપલાની નવી ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં સ્વછતા અભિયાન આરંભાયુ છે. ડિસ્ટ્રીક્ટ જજ એ આર પટેલનું આ સૂચન હતું જેને સૌએ આવકાર્યું છે. બાર એસોસિએશનના પ્રમુખ વંદના ભટ્ટે જણાવ્યું છે કે કોર્ટમાં આવતા તમામ અસીલો, કોર્ટના કમર્ચારી, વકીલમિત્રોના કોર્ટના મુખ્ય દ્રારમાં સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. કોર્ટ અને કોર્ટ પરિસરની સ્વચ્છતા જળવાય એ માટે લીધેલ આ પગલાંને વંદના ભટ્ટે આવકાર્યું છે. તેમના જણાવ્યા અનુસાર પાન પડીકી અન્ય ચીજથી કોર્ટમાં ગંદકી કરનાર ને 500/- દંડ કરવામાં આવશે.
નર્મદા જિલ્લા ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં સ્વછતા જળવાઈ રહે તે હેતુથી કોર્ટમાં આવતા તમામ અસીલો, કોર્ટના કમર્ચારી, વકીલમિત્રોના કોર્ટના મુખ્ય દ્રારમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. પાન પડીકી જપ્ત કરવામાં આવી છે. અન્ય ચીજથી કોર્ટમાં ગંદકી કરનાર ને 500/- દંડ ની પણ જોગવાઈ કરવામાં આવેલ છે. આ તબક્કે એ આર ડિસ્ટ્રિક્ટ જજ પટેલે પણ પોતાનું ચેકિંગ કરાવ્યૂ હતું. જોકે કોર્ટે સ્વછતા અભિયાનનું આ એક સુંદર ઉદાહરણ પૂરું પાડ્યું છે. અન્ય કચેરીઓ, સંસ્થાઓએ પણ આવું સ્વછતા અભિયાન અપનાવવા જેવું ખરું.
દીપક જગતાપ, રાજપીપલા