Proud of Gujarat
FeaturedGujaratINDIA

સાગબારા તાલુકામા 9 વર્ષની બાળકી સાથે દુષ્કર્મની કોશિશની ફરિયાદ નોંધાઈ.

Share

નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના એક ગામમા પ્રાથમિક શાળામાં ધોરણ 3 મા અભ્યાસ કરતી 9 વર્ષની સગીરવયની માસુમ બાળા સાથે છેડતી કરી તેની સાથે દુષ્કર્મની કોશિશ કરવાની ઘટનાએ ચકચાર જગાવી છે. આ બાબતની પોલીસ ફરિયાદ સાગબારા પોલીસ મથકમાં આરોપી સામે પોક્સો અને એક્ટ્રોસિટી એકટ હેઠળ ફરિયાદ નોંઘી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની વિગત અનુસારને બપોરના સુમારે નદીકિનારે એકલી જોતા નજીકના ગામના મુસ્લિમ યુવાનની દાનત બગડતા બાળકી સાથે શારીરિક અડપલા કરી દુષ્કર્મની કોશીસ કરી હતી. પરિવારે મુસ્લિમ યુવક વિરુદ્ધ સાગબારા પોલીસમાં ફરિયાદ કરી હતી. પોલીસે આ યુવાન વિરુદ્ધ પોક્સો અને એટ્રોસીટી એક્ટની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

Advertisement

સાગબારાના એક ગામની આ 9 વર્ષની બાળકી નદીકિનારે રમતી હતી. ત્યાં તેની એકલતાનો લાભ લઈને સેલંબા ગામના આંબાવાડી ફળિયામાં રહેતા મહેમુદ દગડુ મન્સૂરીએ આ બાળકીને એકલી હતી ત્યારે પકડી તેની સાથે દુષ્કર્મની કોશિશ કરી હતી. જોકે બાળકીએ બુમરાડ કરતા સ્થાનિકો દોડી આવ્યા અને આ મુસ્લિમ યુવાન ભાગી ગયો હતો. મહેમુદ દગડુ મન્સૂરી પોતે મુસ્લિમ બાળકી 9 વર્ષની સગીર અને આદિવાસી હોવાની જાણ હોવા છતાં તેણે આવું કૃત્ય કર્યું હતું. જેથી પોલીસે તેની સામે પોક્સો અને એટ્રોસિટીની ફરિયાદ નોંધી તેની ધરપકડ માટેના ચક્રો ગતિમાન કર્યા છે.

દીપક જગતાપ, રાજપીપલા


Share

Related posts

નડિયાદ : પુત્રને વ્યસનની ટેવ હોવાથી પૈસા ન આપ્યા તો માતા- પિતાને ઘરમાંથી કાઢી મૂક્યા

ProudOfGujarat

નડિયાદ રેડ ક્રોસ બ્લડ બેંક હોલ ખાતે વિમા સંબંધિત ફરિયાદોના નિઃશુલ્ક નિવારણ માટે સેમિનાર યોજાયો

ProudOfGujarat

સુરતમાં મોબાઈલ સ્નેચીંગ કરતાં બે ઇસમો ઝડપાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!