Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપલા ખાતે ગોસાઈજી મહારાજની શોભાયાત્રા નીકળી.

Share

રાજપીપલા ખાતે શ્રીનાથજી મંદિર વૈષ્ણવ પુષ્ટિમાર્ગ આયોજિત ગોસાઈજી મહારાજની શોભાયાત્રા રાજપીપલાના રાજમાર્ગો પરથી નીકળી હતી. જે લોકઆકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. જેમાં આ અંગે શ્રીનાથજી મન્દિરના ટ્રસ્ટી ઇંદ્રવદન શાહે જણાવ્યું હતું કે જગદગુરુ શ્રીમદ વલ્લભાચાર્યના દ્વિતીય પુત્ર
શ્રીમદ્દ પ્રભુચરણ શ્રી વિઠ્ઠલચરણજી ગુંસાઈનો જન્મ 1572મા થયો હતો તેમની જન્મજયંતી દરેક વૈષ્ણવો ભારે શ્રદ્ધા અને ભક્તિભાવ પૂર્વક ઉજવે છે
ગોસાઈજી મહારાજ અમારા વૈષ્ણવ સમાજના મુખ્ય પ્રચારક પ્રસારક હતા તેમણે અમારા વૈષ્ણવ સમાજ માટે ખૂબ પ્રચાર પ્રસાર કર્યો હતો તેથી દરેક વૈષ્ણવો એમના જન્મ જયંતી નિમિત્તે જન્મ જયંતિ ધામધૂમથી ઉજવે છે. અમે રાજપીપળા ખાતે હવેલીથી અમે તેમની ભવ્ય શોભાયાત્રા કાઢી હતી. જેમાં મોટી સંખ્યામાં વૈષ્ણવ સમાજના લોકો શોભાયાત્રામાં જોડાયા હતા. રાજપીપળાના મુખ્ય રાજમાર્ગતિ પસાર થતા લોક આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. છેવટે આ શોભાયાત્રા શ્રીનાથજીના મંદિરે પરત કરી હતી ત્યારબાદ પ્રસાદીનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો.

દીપક પક જગતાપ રાજપીપલા

Advertisement

Share

Related posts

સૌથી મોટી જીત ડૉ. રાજેન્દ્ર પ્રસાદ અને સૌથી નાની વયના વીવી ગિરી, જાણો 15 રાષ્ટ્રપતિ ચૂંટણીના રેકોર્ડ.

ProudOfGujarat

સરકારની આદિવાસી વિસ્તારોમાં આવેલી એકલવ્ય સ્કૂલના બાળકો અનેક સમસ્યાઓથી પીડિત

ProudOfGujarat

સીટી સેન્ટર માં સામાન્ય આગ થી દોઢધામ…. લાકડા ના જથ્થા માં આગ લાગતા અફરાતફરી …

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!