પ્રમુખ પદ માટે બે ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાઈ હતી જેમાં એડવોકેટ આર એચ માલીને 28 મત અને વંદના ભટ્ટને સૌથી વધુ 76 મત મળતાં વંદના ભટ્ટ ફરી એકવાર બાર એસોસિએશનના પ્રમુખ તરીકે ચૂંટાયા હતા.
જયારે ઉપ પ્રમુખ પદ માટે ડી કે પંચોલીને 27 મત અને સાજીદ મલિકને 38 મત મળ્યા હતા. જયારે સંગ્રામસિંહ માત્રોજાને એક મત વધુ 39 મત મળતાં સંગ્રામસિંહ માત્રોજા ઉપપ્રમુખ તરીકે વિજેતા થયાં હતા.
જયારે સેક્રેટરી પદ માટે આદિલ પઠાણને 77 મત જયારે ભામિની રામીને 28 મત મળતાં આદિલ પઠાણ સેક્રેટરી તરીકે વિજેતા જાહેર થયાં હતા.જયારે જોઈન્ટ સેક્રેટરીપદ માટે નીતિન લીંબાચીયાને 20 મત અને ઘનસ્યામ પંચાલને 81 મત મળતાં તેઓ વિજેતા થયાં હતા. જયારે લાઇબ્રેરીયનની પોસ્ટમાં એડવોકેટ આશ્રવ ડી સોની બિનહરીફ જાહેર થયાં હતા. કુલ મતદાન 109 માંથી 105 મતદારોએ મતદાન કર્યું હતું.
નર્મદા બાર એસોસિઅનના સૌથી વધુ 9 મી વખત પ્રમુખ તરીકે બનવાનો અનોખો વિક્રમ સર્જતા કુ. વંદના ભટ્ટને બારના સર્વે સભ્યોએ અભિનંદન પાઠવ્યા હતા.
દીપક જગતાપ, રાજપીપલા