Proud of Gujarat
FeaturedGujaratINDIA

નર્મદાની બે બેઠકો પૈકી એક બેઠક ભાજપને અને એક બેઠક આમ આદમી પાર્ટીના ફાળે ગઈ.

Share

આજે નર્મદા જિલ્લાની બે બેઠકો નાંદોદ અને ડેડીયાપાડા વિધાનસભાની બેઠક માટે મત ગણતરી રાજપીપળા ખાતે ડિગ્રી કોલેજ ખાતે ભારે ચાંપતા પોલીસ બંદોબસ્ત વચ્ચે યોજવામાં આવી હતી. નાંદોદ બેઠકના પાંચ ઉમેદવારોમાં ભાજપના દર્શનાબેન દેશમુખ, કોંગ્રેસના હરેશ વસાવા, અપક્ષના હર્ષદ વસાવા, આપના પ્રફુલ વસાવા, અને બીટીપીના મહેશ વસાવા માટે મતગણતરી હાથ ધરાઈ હતી. જેમાં ભાજપાના દર્શનાબેન દેશમુખનો ભવ્ય વિજય થયો હતો.

તો બીજી તરફ ડેડીયાપાડા બેઠકના ભાજપના ઉમેદવાર હિતેશ વસાવા, કોંગ્રેસના ઉમેદવાર જેરમાં બેન વસાવા, આપના ઉમેદવાર ચૈતર વસાવા,
બીટીપી ના ઉમેદવાર બહાદુર વસાવા માટે મતગણતરી હાથ ધરાઈ હતી. જેમાં અપસેટ સર્જાયો હતો. જેમાં પહેલીવાર આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૈતર વસાવા જંગી બહુમતી સાથે વિજયી બન્યા હતા જયારે ભાજપા અને બીટીપી ની કરારી હાર થઈ હતી.

Advertisement

જોકે નાંદોદ બેઠક પર શરૂઆતથી જ ભાજપના ઉમેદવાર દર્શનાબેન દેશમુખ તેમના નજીકના કોંગ્રેસના ઉમેદવાર હરેશ વસાવાથી આગળ રહ્યા હતા અપક્ષના હર્ષદ વસાવા દરેક રાઉન્ડમાં નજરે પડતા હતા. જ્યારે ડેડીયાપાડા બેઠક ઉપર આમ આદમી પાર્ટીના ચૈતર વસાવા તેમના નજીકના હરીફ ભાજપના હિતેશ વસાવાથી આગળ રહ્યા હતા. બંને બેઠકમાં નાંદોદ પર દરેક રાઉન્ડમાં ભાજપ આગળ જણાતી હતી જ્યારે ડેડીયાપાડા બેઠક ઉપર દરેક રાઉન્ડમાં આમ આદમી પાર્ટી જ આગળ રહી હતી.

છેલ્લા રાઉન્ડને અંતે નાંદોદ બેઠક પર 1-BJP દર્શનાબેન દેશમુખને 70062 મત મળ્યા હતા. 2-CNG ના હરેશભાઈ વસાવાને 41724 મત મળ્યા હતા. 3-AAP ને પ્રફુલભાઈ વસાવા 23467 મત મળ્યા હતા. 4-BTP મહેશભાઈને વસાવા-1697 મત મળ્યા હતા. 5- અપક્ષ હર્ષદભાઈ વસાવાને -34835 મત મળ્યા હતા.જયારે NOTA ના – 3091 મત પડ્યા હતા. જેમાં ભાજપાના દર્શનાબેન દેશમુખ-22891 મતની સરસાઈથી ભવ્ય વિજય થયો હતો.

જયારે ડેડીયાપાડા બેઠક પર 1-BJP -હિતેશ વસાવાને 62951 ને મત મળ્યા હતા. 2-CNG – જેરમાંબેન વસાવાને -12545 ને મત મળ્યા હતા. 3-AAP-ચૈતર વસાવાને -1,02,346 ને મત મળ્યા હતા. 4-BTP બહાદુર વસાવા -2983 ને મત મળ્યા હતા. જેમાં ચૈતર વસાવાનો ભાજપાની સામે 39395 મતોની સરસાઈથી જીત મેળવી હતી જયારે NOTA ના -2211 મત પડ્યા હતા. આમ આ બેઠક પર પહેલીવાર આમ આદમી પાર્ટીના ચૈતર વસાવા 39395 મતની લીડથી વિજયી થયાં હતા. જેમાં નર્મદાના ઇતિહાસમાં ડેડીયાપાડા બેઠક પહેલી વાર આમ આદમીને ફાળે ગઈ હતી. પરિણામ જાહેર થયાબાદ બન્નેના ભવ્ય વિજય સરઘસો નીકળ્યા હતા.

ચૈતર વસાવા છેલ્લા બે રાઉન્ડમાં એક લાખનો આંકડો પાર કરી નવો ઇતિહાસ રચ્યો હતો. નર્મદાની બન્ને બેઠકો પર સૌથી વધુ અને એક લાખથી વધુ મતો 1,02,346 મત મેળવવામાં પણ ચૈતર વસાવા મેદાન મારી ગયા હતા. જોકે ડેડીયાપાડાની બેઠક ઉપર ભાજપ અને બીટીપી ની ગણતરી ઉંધી પડી હતી. તો નાદોદની બેઠક ઉપર અપક્ષ અને કોંગ્રેસની ગણતરીઓ ઉંધી પડી હતી.

દીપક જગતાપ, રાજપીપલા


Share

Related posts

જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં ખીણમાં કાર ખાબકતા 7 નાં મોત

ProudOfGujarat

પંચમહાલ : ગાંધીનગરથી આવેલ અધિકારીઓની ટીમે ચોખાનાં સેમ્પલો મેળવી વિસ્તૃત તપાસ કરી.

ProudOfGujarat

અંકલેશ્વરનાં કુખ્યાત બુટલેગરની પાસા હેઠળ અટકાયત કરતી ભરૂચ એલ.સી.બી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!